Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તમે ક્યાંક બનાવટી મધ તો નથી ખાતાને?

તમે ક્યાંક બનાવટી મધ તો નથી ખાતાને?

Published : 17 April, 2026 11:00 AM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશમાંથી જપ્ત થયેલું ૧૫,૦૦૦ કિલો મધ લૅબોરેટરીના રિપોર્ટમાં નકલી નીકળ્યું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઉત્તર પ્રદેશના હાપુડમાંથી જપ્ત થયેલું ૧૫,૦૦૦ કિલો મધ નકલી નીકળ્યું છે. એનો લૅબોરેટરી રિપોર્ટ ખળભળાવી નાખનારો છે. ફૂડ સેફ્ટી ઑફિસરે કહ્યું હતું કે આ મધમાં રાઇસ સિરપની ભેળસેળ કરવામાં આવી છે અને એનાથી તબિયત ખરાબ પણ થઈ શકે છે. ફૂડ સેફ્ટી વિભાગે હાપુડની મુખ્ય માર્કેટનાં ગોદામોમાં રેઇડ પાડીને ૧૫,૦૦૦ કિલો શંકાસ્પદ મધનો જથ્થો જપ્ત કર્યો હતો. ૫૦૦ કેન ભરીને રખાયેલા મધની કિંમત લગભગ બાવીસ લાખ રૂપિયા છે. આ મધનાં સૅમ્પલ લૅબોરેટરીમાં નાપાસ થયાં હતાં. એમાં મધમાખીએ ચૂસેલા રસનો અંશ પણ નહોતો. ખાંડ અને ચોખાના ‌સિરપ ઉપરાંત એમાં કેટલીક ઍન્ટિ-બાયોટિક દવાઓની મેળવણી પણ કરવામાં આવી હતી જે વધુ હાનિકારક હતી. 


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2026 11:00 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK