આજે અને આવતી કાલે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં પણ છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે.
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષાને કારણે જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે. હિમાચલ પ્રદેશમાં બુધવારે રાતે અને ગુરુવારે સવારે ભારે બરફવર્ષાને કારણે ન્યુનતમ તાપમાન માઇનસ છથી માઇનસ એક ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. બરફને કારણે હિમાચલ પ્રદેશમાં ૪ નૅશનલ હાઇવે સહિત કુલ ૮૯૦ રોડ અને ૩૦૦૦થી વધુ વીજળીનાં ટ્રાન્સફૉર્મર ઠપ થઈ ગયાં છે. પાઇપલાઇનમાં પાણી જામી ગયું હોવાથી સપ્લાય બંધ છે.
ઉત્તરાખંડમાં સતત બે દિવસ બરફવર્ષા થયા પછી થોડોક સૂરજ દેખાયો હતો. જોકે બદરીનાથ, કેદારનાથ અને ગંગોત્રીમાં રોડ પર હજી ત્રણથી ૪ ફુટ બરફ જામેલો છે.
ADVERTISEMENT
ભારતીય મોસમ વિભાગે ઉત્તર ભારતનાં પાંચ રાજ્યોમાં વરસાદ અને આંધીની ચેતવણી આપી છે. એ મુજબ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પવન સાથે વરસાદ વરશે. વરસાદને કારણે તાપમાન હજી વધુ ઘટશે. પહેલી ફેબ્રુઆરી સુધી આવી જ ઠંડી રહેશે.
આજે અને આવતી કાલે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં પણ છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે.
ઉત્તરાખંડમાં પણ રોડ પર ચાર ફુટ જેટલો બરફ, આજે રાજસ્થાન-ઉત્તર પ્રદેશ અને બિહારમાં વરસાદ પડવાની સંભાવના.


