પાર્ટીની ઑફિસમાં શોધખોળ દરમ્યાન આધાર કાર્ડ મળી આવ્યાં હતાં.
સ્થાનિક રહેવાસીઓએ સ્થળ પર પહોંચીને મળી આવેલી વસ્તુઓ કબજે કરી હતી અને બિધાનનગર સાઉથ પોલીસ-સ્ટેશનને જાણ કરી હતી
કલકત્તાના બિધાનનગર સુધરાઈના વૉર્ડ-નંબર ૩૬માં તૃણમૂલ કૉન્ગ્રેસની ઑફિસમાંથી પોલીસે ગઈ કાલે ઘણાં આધાર કાર્ડ જપ્ત કર્યાં હતાં અને તપાસ માટે દસ્તાવેજો જપ્ત કર્યા હતા. પાર્ટીની ઑફિસમાં શોધખોળ દરમ્યાન આધાર કાર્ડ મળી આવ્યાં હતાં.
સ્થાનિક રહેવાસીઓએ સ્થળ પર પહોંચીને મળી આવેલી વસ્તુઓ કબજે કરી હતી અને બિધાનનગર સાઉથ પોલીસ-સ્ટેશનને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને આધાર કાર્ડ જપ્ત કર્યાં હતાં. જોકે આ વિસ્તારના રહેવાસીઓએ દાવો કર્યો હતો કે મળી આવેલાં આધાર કાર્ડ સ્થાનિક લોકોનાં છે. ઘણા રહેવાસીઓએ તેમના આધાર કાર્ડ માટે અરજી કરતી વખતે પાર્ટી-ઑફિસનો કૉન્ટૅક્ટ પૉઇન્ટ તરીકે ઉપયોગ કર્યો હતો.
