ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના નિર્ણયનું સ્વાગત કરતાં જાણીતા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે એને લોકશાહીની મોટી જીત ગણાવી હતી
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી વિડિયો-સંદેશમાં વિક્ટરીની નિશાની દેખાડતા સોનમ વાંગચુક.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના નિર્ણયનું સ્વાગત કરતાં જાણીતા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે એને લોકશાહીની મોટી જીત ગણાવી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ‘માત્ર રાજીનામું આપવાથી જ દેશનું નિર્માણ નથી થતું. હવે શિક્ષણવ્યવસ્થા અને શાસન ચલાવવાની પદ્ધતિમાં પણ વ્યાપક સુધારા થવા જોઈએ.’
સોનમ વાંગચુકે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ની ટીમ, વૉલન્ટિયર્સ, જેન-ઝી અને દેશના તમામ યુવાનોને આ જીત બદલ અભિનંદન આપ્યાં હતાં. તેમણે ઉમેર્યું હતું કે ‘આ રસ્તા પરથી જન્મેલી સીધી લોકશાહી, શાંતિ, ધીરજ અને મક્કમતાની જીત છે. આંદોલન દરમ્યાન જે રીતે શાંતિ જાળવી રાખવામાં આવી એ અત્યંત સરાહનીય છે. મને આશા છે કે સરકારે જે ઉદારતાથી રાજીનામાનો નિર્ણય સ્વીકાર્યો છે એવી જ ઉદારતા શિક્ષણ અને શાસનવ્યવcocસ્થામાં સુધારા લાવવા માટે પણ બતાવશે.’
