Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અમિત શાહ ૨૦ દિવસ રાજસ્થાન, ગુજરાત, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં બૉર્ડર પર રહેશે

અમિત શાહ ૨૦ દિવસ રાજસ્થાન, ગુજરાત, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં બૉર્ડર પર રહેશે

Published : 27 May, 2026 02:57 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાન અને બંગલાદેશ સાથેનાં સરહદી રાજ્યોમાં સખત ગરમીના સમયગાળામાં બેઠકો કરશે, મુલાકાત બાદ મળનારા ઇનપુટ પછી સરહદ પર ઍક્શનની તૈયારી

રાજસ્થાનની મુલાકાત બાદ અમિત શાહ ૨૯ મેએ ભુજની મુલાકાત લેશે. તેઓ BSF બૉર્ડર આઉટપોસ્ટ અને હરામીનાલાની મુલાકાત લેશે.

રાજસ્થાનની મુલાકાત બાદ અમિત શાહ ૨૯ મેએ ભુજની મુલાકાત લેશે. તેઓ BSF બૉર્ડર આઉટપોસ્ટ અને હરામીનાલાની મુલાકાત લેશે.


ગરમીને કારણે લોકો ઘરની બહાર નીકળવામાં ખચકાટ અનુભવી રહ્યા છે ત્યારે ગૃહપ્રધાન અમિત શાહ રાજસ્થાનના રણમાં સરહદી વિસ્તારોના પ્રવાસે છે. ગઈ કાલે તેમણે બીકાનેરમાં ભારત-પાકિસ્તાન સરહદ પર સાંચૂ બૉર્ડર આઉટપોસ્ટ પર બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ના સૈનિકો સાથે સીધી વાત કરી હતી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. રાજસ્થાન ઉપરાંત અમિત શાહ ૨૦ દિવસમાં આવા સરહદી વિસ્તારોમાં ગુજરાત, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં રહેશે. તેઓ ત્યાં રાત્રિરોકાણ કરશે અને સુરક્ષા અને ઘૂસણખોરી પર બેઠક કરશે. આ બેઠકો બાદ મળનારા ઇનપુટ પછી સરકાર આ ૪ રાજ્યોમાં ઘૂસણખોરી સામે મોટી કાર્યવાહી કરવા જઈ રહી છે.

રાજસ્થાનની મુલાકાત બાદ અમિત શાહ ૨૯ મેએ ભુજની મુલાકાત લેશે. તેઓ BSF બૉર્ડર આઉટપોસ્ટ અને હરામીનાલાની મુલાકાત લેશે. આ વિસ્તારો સીધા પાકિસ્તાન સાથે જોડાયેલા છે. ત્યાં કોઈ પણ કાર્યવાહી રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બની શકે છે.



ગુજરાતની મુલાકાત બાદ અમિત શાહ પાંચમી જૂને ત્રિપુરાના સરહદી વિસ્તારોની મુલાકાત લેશે. આ મહત્ત્વપૂર્ણ છે કારણ કે બંગલાદેશમાં રાજકીય અસ્થિરતા અને સરહદ પારની પ્રવૃત્તિઓને કારણે તાજેતરના મહિનાઓમાં સુરક્ષા-એજન્સીઓ સતર્ક રહી છે. ત્રિપુરાની લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ માનવામાં આવે છે. એ પછી અમિત શાહ ૧૫ જૂને પશ્ચિમ બંગાળના સરહદી વિસ્તારોની મુલાકાત લેશે. તેઓ ત્યાં રહેશે અને ગેરકાયદે ઘૂસણખોરી, બંગલાદેશીઓની સમસ્યાઓ, સરહદ સુરક્ષા, દાણચોરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સંબંધિત મુદ્દાઓ પર અધિકારીઓ અને સૈનિકો સાથે સીધી વાતચીત કરશે.


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2026 02:57 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK