Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કૅપ્ટન સ્મિત મચ્છરના સન્માનમાં ઉદયપુરના કસબીઓએ બનાવી ખાસ ૧૭૪ બ્રેવરી પાઘડી

કૅપ્ટન સ્મિત મચ્છરના સન્માનમાં ઉદયપુરના કસબીઓએ બનાવી ખાસ ૧૭૪ બ્રેવરી પાઘડી

Published : 26 October, 2026 02:44 PM | IST | Udaipur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉદયપુરમાં પાઘડીઓ બનાવવા માટે જાણીતી પેઢી ‘શાહી તાજ’ના જિનેશ અને જયંત કોઠારીએ આ વિશિષ્ટ પાઘડી તૈયાર કરી છે.

પાઘડી

પાઘડી


હવામાં સર્જાયેલી ગંભીર કટોકટી વચ્ચે સમયસૂચકતા અને સાહસ દાખવીને flydubaiની ફ્લાઇટના ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા ભારતીય પાઇલટ કૅપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીને સલામ કરવા માટે રાજસ્થાનના ઉદયપુરના બે કારીગરો આગળ આવ્યા છે. તેમણે કૅપ્ટન સ્મિતના આકાશી પરાક્રમને બિરદાવવા માટે એક વિશેષ પાઘડી ડિઝાઇન કરી છે. આ અનોખી પાઘડી કૅપ્ટન સુધી પહોંચાડવા માટે તેમણે વડા પ્રધાન ઑફિસને પત્ર લખીને સહાય માગી છે. આ પાઘડીને ‘કૅપ્ટન સ્મિત મચ્છર ૧૭૪ બ્રેવરી ટર્બન’ નામ આપવામાં આવ્યું છે જેમાં રાજસ્થાનના શૌર્ય અને મેવાડની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત સાથે એવિયેશન ક્ષેત્રનાં પ્રતીકોનું સુંદર મિશ્રણ કરવામાં આવ્યું છે. 

ભોપાલશાહી શૈલીની પાઘડી 
ઉદયપુરમાં પાઘડીઓ બનાવવા માટે જાણીતી પેઢી ‘શાહી તાજ’ના જિનેશ અને જયંત કોઠારીએ આ વિશિષ્ટ પાઘડી તૈયાર કરી છે. પાઘડીમાં રાજસ્થાનના શૌર્ય, ગૌરવ અને સાહસનું પ્રતીક એવો કેસરી રંગ તેમ જ ખુલ્લા આકાશને દર્શાવતો સ્કાય રંગ પસંદ કરવામાં આવ્યો છે. પાઘડી પર ‘૧૭૪’ અંક તેમ જ હિન્દીમાં ‘સાહસ’ શબ્દને ખાસ રીતે કંડારવામાં આવ્યો છે. મેવાડમાં અગ્રણી હસ્તીઓ અને મહાનુભાવોનું સન્માન કરવા માટે ખાસ પાઘડી બનાવવાની સદીઓ જૂની પરંપરા રહી છે. આ પરંપરા મુજબ એને રાજવી ‘ભોપાલશાહી’ શૈલીમાં ૪થી ૫ દિવસની મહેનત બાદ બનાવવામાં આવી છે. 


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2026 02:44 PM IST | Udaipur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK