Asaduddin Owaisi Slams Pakistan: કહ્યું કે તેઓ કોઈપણ દેશમાં ઘૂસીને નિર્દોષ લોકોને મારી નાખે છે, તો તે દેશ ચૂપ નહીં બેસે. કાશ્મીર આપણું અભિન્ન અંગ છે.
અસદુદ્દીન ઓવૈસીની ફાઇલ તસવીર
Asaduddin Owaisi Slams Pakistan: તાજેતરમાં જ પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર તણાવ વધી ગયો છે. પાકિસ્તાને હજી પણ LOC પર ફાયરિંગ કરવાનું જારી જ રાખ્યું છે. ભારતીય સેના પણ તેને જવાબ આપી રહી છે. આ વચ્ચે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. તેઓએ પાકિસ્તાન સામે એવા વેણ ઉચ્ચાર્યા છે કે પાકિસ્તાન હલબલી ઉઠે. ઓવૈસીએ કહ્યું કે જો પાકિસ્તાન કોઈપણ દેશમાં ઘૂસીને આવી રીતે નિર્દોષ લોકોને મારી નાખે છે, તો તે દેશ ચૂપ નહીં રહે.
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના પરભણીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાનને બરાબર આડે હાથ લીધું હતું. તેઓએ કહ્યું કે આ પાકિસ્તાન હંમેશા પોતે પરમાણુ શક્તિ હોવાની વાત કરે છે, પણ એણે એ યાદ રાખવું જોઈએ કે જો તેઓ કોઈપણ દેશમાં ઘૂસીને નિર્દોષ લોકોને મારી નાખે છે, તો તે દેશ ચૂપ નહીં બેસે. તેઓએ એમ પણ કહ્યું કે કોઈ પણ સરકાર હોય, આપણી ભૂમિ પર આવીને આપણા લોકોને મારીને અને ધર્મના આધારે તેમને નિશાન બનાવીને તમે કયા `દીન`ની વાત કરી રહ્યા છો?
ADVERTISEMENT
આ સાથે જ ઓવૈસીએ કહ્યું કે (Asaduddin Owaisi Slams Pakistan) પાકિસ્તાને ISIS જેવું વર્તન કર્યું છે. હું પ્રધાનમંત્રીને કહેવા માંગુ છું કે જો કાશ્મીર આપણું અભિન્ન અંગ છે, તો કાશ્મીરીઓ પણ આપણો અભિન્ન ભાગ છે. આપણે કાશ્મીરીઓ પર શંકા કરી શકીએ નહીં.
પાકિસ્તાન જે પ્રણામે પોકળ ધમકીઓ આપી રહ્યું છે એનો જવાબ આપતા ઓવૈસીએ કહ્યું હતું (Asaduddin Owaisi Slams Pakistan) કે તમે ફક્ત ભારતથી અડધો કલાક જ નહીં, પણ અડધી સદી જેટલાં પાછળ છો. તમારા આખા દેશનું બજેટ અમારા દેશના સૈન્યના બજેટ જેટલુ પણ નથી. તેઓએ ઉમેર્યું હતું કે, "તેમણે એમ પણ કહ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદો ભારતને પાકિસ્તાન વાયુસેનાની નાકાબંધી લાગુ કરવાની અને અમારા નૈતિક હેકર્સનો ઉપયોગ કરીને તેમનું ઇન્ટરનેટ હેક કરવાની મંજૂરી આપે છે. આ સાથે જ તેઓએ નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી કે પાકિસ્તાનને આર્થિક રૂપે કમજોર કરી નાખો.
Asaduddin Owaisi Slams Pakistan: દરમિયાન, નવી દિલ્હીએ ઈસ્લામાબાદ સામે મોટી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. 23 એપ્રિલના રોજ સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (સીસીએસ)ની બેઠક બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે. અટારી બોર્ડર પર સંકલિત ચેક પોસ્ટ બંધ કરી દીધી છે અને પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવતા તમામ વિઝા રદ કરી દીધા હતા.
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે શનિવારે કહ્યું હતું કે ઇસ્લામાબાદ પહલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલાની તટસ્થ તપાસ માટે તૈયાર છે. કે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે (Asaduddin Owaisi Slams Pakistan) પાકિસ્તાની દળો તેમના દેશની સાર્વભૌમત્વ અને તેની પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે.

