Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અયોધ્યામાં બુરખો પહેરીને હિન્દુ યુવતીએ જ્વેલરીની દુકાનમાં ૩.૬ લાખની લૂંટ ચલાવી

અયોધ્યામાં બુરખો પહેરીને હિન્દુ યુવતીએ જ્વેલરીની દુકાનમાં ૩.૬ લાખની લૂંટ ચલાવી

Published : 04 April, 2026 08:27 AM | IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૪ મહિનાની ગર્ભવતી મહિલાની બૉયફ્રેન્ડ સાથે ધરપકડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


અયોધ્યામાં બુરખો પહેરીને પાયલ નામની પચીસ વર્ષની હિન્દુ યુવતીએ જ્વેલરીની દુકાનમાં લૂંટ ચલાવી હતી. તેણે તેના ૨૭ વર્ષના બૉયફ્રેન્ડ રાહુલ સાથે મળીને ગુનો કર્યો હતો. પોલીસે ગુરુવારે મોડી રાત્રે બન્નેની ધરપકડ કરી હતી. આ ઘટના સમયે રાહુલ જ્વેલરીની દુકાનથી થોડે દૂર તેની બાઇક સાથે ઊભો હતો. પાયલે રમકડાની પિસ્તોલ બતાવીને ૩.૬ લાખ રૂપિયાની કિંમતના સોનાના હાર અને ચેઇનની ચોરી કરી હતી. ત્યાર બાદ તે રાહુલ પાસે દોડી ગઈ હતી અને બાઇક પર તેની સાથે ભાગી ગઈ હતી.

પોલીસે જણાવ્યું હતું કે આ કેસ માટે પાંચ ટીમ બનાવવામાં આવી હતી. ૬૦ CCTV કૅમેરાનાં ફુટેજ ચકાસીને રાહુલની બાઇકનો નંબર ટ્રેસ કરવામાં આવ્યો હતો અને એના આધારે બન્નેની ધરપકડ કરવામાં આવી હતી.



પાયલનાં લગ્ન ગયા વર્ષે પાંચ એપ્રિલે થયાં હતાં. તે ૪ મહિનાની ગર્ભવતી છે અને તેના પતિ સાથે પંજાબમાં રહેતી હતી. તે ૧૬ એપ્રિલે તેની ઇન્ટરમીડિયેટ પરીક્ષા આપવા માટે અયોધ્યામાં તેનાં મમ્મી-પપ્પાના ઘરે આવી હતી. પાયલના પિતા રામ નવલે કહ્યું હતું કે ‘તે ગુરુવારે ઘરેથી એમ કહીને નીકળી ગઈ હતી કે તે તાવીજ બનાવવા જઈ રહી છે. તેની તબિયત વારંવાર બગડતી રહે છે. તેણે આવું કેમ કર્યું એની અમને ખબર નથી.


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2026 08:27 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK