Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાજ્યસભાની ચૂંટણી માટે BJPએ ઉમેદવાર જાહેર કર્યા

રાજ્યસભાની ચૂંટણી માટે BJPએ ઉમેદવાર જાહેર કર્યા

Published : 05 June, 2026 09:17 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાતની ખાલી પડેલી બેઠકો માટે BJPએ રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જિતેન્દ્ર કંજારિયાને મેદાનમાં ઉતાર્યા છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા રાજ્યસભાની ૨૭ બેઠકો માટે જાહેર કરાયેલા કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગુરુવારે પોતાના દિગ્ગજ ઉમેદવારોનાં નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. BJPએ ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને અરુણાચલ પ્રદેશ સહિતનાં રાજ્યો માટે પોતાનાં પત્તાં ખોલ્યાં છે.

ગુજરાતની ખાલી પડેલી બેઠકો માટે BJPએ રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જિતેન્દ્ર કંજારિયાને મેદાનમાં ઉતાર્યા છે. એ ઉપરાંત અન્ય રાજ્યોના મોટા ચહેરાઓમાં રાજસ્થાનમાંથી સતીશ પૂનિયા અને અલકા ગુર્જર, જ્યારે મધ્ય પ્રદેશમાંથી રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગ અને રજનીશ અગ્રવાલને ટિકિટ આપવામાં આવી છે. અરુણાચલ પ્રદેશથી તાઈ તગાક, મણિપુરથી એ. શારદાદેવી અને ઓડિશાની પેટાચૂંટણી માટે દેબાશિષ સામંતરાયનાં નામ પર મહોર મારવામાં આવી છે. ૧૮ જૂને મતદાન અને એ જ દિવસે પરિણામ જાહેર કરી દેવામાં આવશે. 


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2026 09:17 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK