Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભાજપ નેતાએ કર્નલ સોફિયાને ‘આતંકવાદીઓની બહેન’ કહીં? કૉંગ્રેસે શૅર કર્યો વીડિયો

ભાજપ નેતાએ કર્નલ સોફિયાને ‘આતંકવાદીઓની બહેન’ કહીં? કૉંગ્રેસે શૅર કર્યો વીડિયો

Published : 13 May, 2025 09:31 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કૉંગ્રેસે મહુ ઈન્દોર જિલ્લોના રાયકુંડા ગામમાં એક હલમા કાર્યક્રમમાં શાહના ભાષણની ક્લિપ શૅર કરી હતી, જ્યાં તેઓ હિન્દીમાં કહેતા સંભળાય છે, "જે લોકોએ આપણી બહેનોના કપાળ પરનું સિંદૂર ભૂસ્યું લૂછ્યું હતું તેમની સામે આપણે કાર્યવાહી કરી"

વિજય શાહ અને કર્નલ સોફિયા કુરેશી

વિજય શાહ અને કર્નલ સોફિયા કુરેશી


ભારતની સેના દ્વારા પાકિસ્તાન અને તેમના આતંકવાદીઓ સામે કરવામાં આવેલા ઓપેરેશન સિંદૂરને લઈને દેશભરના લોકોમાં જોશ છે. જોકે તાજેતરમાં એક નેતાએ આ ઓપરેશનને લઈને અપમાનજનક ટિપ્પણી કરી છે, જેણે લઈને રાજકીય વિવાદ થયો છે. બિહાર કૉંગ્રેસ પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મંગળવારે કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ તેમની ‘અપમાનજનક’ ટિપ્પણી માટે મધ્યપ્રદેશના મંત્રી અને ભાજપના નેતા વિજય શાહની નિંદા કરવામાં આવી છે. આ નેતાએ કર્નલ સોફિયાને ‘આતંકવાદીઓની બહેન’ તરીકે ઉલ્લેખ કર્યો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.


કૉંગ્રેસે મહુ ઈન્દોર જિલ્લોના રાયકુંડા ગામમાં એક હલમા કાર્યક્રમમાં શાહના ભાષણની ક્લિપ શૅર કરી હતી, જ્યાં તેઓ હિન્દીમાં કહેતા સંભળાય છે, "જે લોકોએ આપણી બહેનોના કપાળ પરનું સિંદૂર ભૂસ્યું લૂછ્યું હતું તેમની સામે આપણે કાર્યવાહી કરી," વિજય શાહ એક કાર્યક્રમમાં કહેતા જોવા મળે છે. વિજય શાહના નિવેદન પર કૉંગ્રેસે નારાજગી વ્યક્ત કરી. પાકિસ્તાનને યોગ્ય જવાબ આપનાર કર્નલ સોફિયા પર વિવાદ ઉભો કરનારા ભાજપના નેતા વિજય શાહના રાજીનામાની કૉંગ્રેસના પ્રવક્તા અબ્બાસ હાફિઝે માગ કરી હતી.




વીડિયો શૅર કરતા, કૉંગ્રેસ પાર્ટીએ લખ્યું, "`કર્નલ સોફિયા કુરેશી આતંકવાદીઓની બહેન છે. આ શરમજનક નિવેદન મધ્યપ્રદેશની ભાજપ સરકારના મંત્રી વિજય શાહ દ્વારા આપવામાં આવ્યું હતું. દરેક ભારતીય ભારતની દીકરી કર્નલ સોફિયા કુરેશી પર ગર્વ અનુભવે છે, છતાં તેમના વિશે આવી શરમજનક ટિપ્પણી કરવામાં આવી છે. તેમને આતંકવાદીઓની બહેન તરીકે લેબલ કરવામાં આવ્યું છે. આ આપણા બહાદુર સશસ્ત્ર દળોનું અપમાન છે."


વિવાદાસ્પદ નિવેદન પર સવાલ ઉઠાવતા, કૉંગ્રેસે આગળ પૂછ્યું, "વિજય શાહ નરેન્દ્ર મોદીના નજીકના સાથી હોવાનો દાવો કરે છે અને તેમને તેમના માર્ગદર્શક કહે છે, તો શું ભાજપ તેમનું રાજીનામું માંગશે? શું પીએમ મોદી અને ભાજપના નેતાઓ આ ઘૃણાસ્પદ માનસિકતા માટે માફી માંગશે? અથવા, હંમેશની જેમ, શું વિજય શાહને આ ઘૃણાસ્પદ માનસિકતા માટે પુરસ્કાર આપવામાં આવશે, જેના સમર્થનમાં રેલીઓ યોજાશે?"

ભાજપના મંત્રીના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક આર્મી ઓફિસર વિરુદ્ધ તેમની અપમાનજનક ટિપ્પણીઓ બદલ વ્યાપક ટીકા થઈ રહી છે. પાકિસ્તાનમાં આતંકવાદીઓ સામે ભારત દ્વારા કરવામાં આવેલા કડક જવાબી કાર્યવાહી બદલ પીએમ મોદીની પ્રશંસા કરતી વખતે શાહે કોઈ વ્યક્તિનું નામ લીધું ન હતું, પરંતુ તેમની ટિપ્પણીને કર્નલ સોફિયા કુરેશીના પરોક્ષ સંદર્ભ તરીકે વ્યાપકપણે અર્થઘટન કરવામાં આવી હતી. પહલગામ આતંકવાદી હુમલા અંગે ભારતનો દ્રષ્ટિકોણ વિશ્વ સમક્ષ રજૂ કર્યા પછી તે ઓપરેશન સિંદૂરનો ચહેરો બની હતી.

Whatsapp-channel Whatsapp-channel

13 May, 2025 09:31 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK