Alia Bhatt Cannes Debut:એક આશ્ચર્યજનક ઘટનાક્રમમાં, બૉલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે મંગળવારે રાત્રે યોજાનાર 78મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે. અભિનેત્રી લોરિયલના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ડેબ્યૂ કરવાની હતી.
અલિયા ભટ્ટ (ફાઇલ તસવીર સૌજન્ય: મિડ-ડે)
એક આશ્ચર્યજનક ઘટનાક્રમમાં, બૉલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે મંગળવારે રાત્રે યોજાનાર 78મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે. અભિનેત્રી લોરિયલ (L’Oréal)ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં પોતાનો ગ્રાન્ડ ડેબ્યૂ કરવા માટે તૈયાર હતી. જો કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે તેણે આ કાર્યક્રમમાં હાજરી ન આપવાનો નિર્ણય કર્યો છે.
અહેવાલો અનુસાર, આલિયા ભટ્ટ મહિનાઓથી આ કાર્યક્રમની તૈયારી કરી રહી હતી અને આ સપ્તાહના અંતે તે ઈવેન્ટના લોકેશન તરફ ઉડાન ભરવાની હતી. "લોરિયલ એમ્બેસેડર (L’Oréal Ammbassador) તરીકે, આલિયા ઉદ્ઘાટન સમારોહમાં રેડ કાર્પેટ પર એન્ટ્રી કરશે તેવી અપેક્ષા હતી. પરંતુ તાજેતરના ભારત-પાકિસ્તાન તણાવને કારણે, તે પોતાના દેશ ભારત સાથે એકતા દર્શાવવા માગતી હતી. તેણે લાગ્યું કે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ઉજવણી કરવાનો આ યોગ્ય સમય નથી," સૂત્રએ શેર કર્યું.
ADVERTISEMENT
૧૦ મેના રોજ યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી હોવા છતાં, અભિનેત્રીએ અહેવાલ મુજબ, આંતરરાષ્ટ્રીય યાત્રા મુલતવી રાખવાનો અને પોતાની પ્રતિબદ્ધતાઓ ફરી શરૂ કરતા પહેલા વિરામ લેવાનો નિર્ણય લીધો છે.
જોકે, ફેસ્ટિવલ દરમિયાન ચાહકોને હજુ પણ કાન્સમાં આલિયાને જોવાની તક મળી શકે છે. "કાન્સ 11 દિવસ સુધી ચાલે છે. અને અલિયા માટે ઘણી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, ખાસ કરીને શરૂઆતના બે દિવસ દરમિયાન. પરંતુ તે હજી પણ વિચારી રહી છે કે તે પછીથી ફિલ્મ ફેસ્ટિવલમાં જોડાઈ શકે છે કે નહીં, જે આગળની પરિસ્થિતિઓ અને ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ અને આલિયાના શેડ્યૂલ પર આધારિત છે," સૂત્રએ ઉમેર્યું.
કાન 2025માં ભારતીય સિનેમાનાં બે ખાસ સ્ક્રીનિંગ થશે. સ્ક્રીનિંગ માટે પસંદ કરાયેલી ફિલ્મોમાં સત્યજિત રેની ૧૯૭૦ની ક્લાસિક ફિલ્મ ‘અરણ્યેર દિન રાત્રિ’નો સમાવેશ થાય છે જેને 4K વર્ઝનમાં રીસ્ટોર કરવામાં આવશે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર વરિષ્ઠ અભિનેત્રી શર્મિલા ટાગોર પણ સ્ક્રીનિંગમાં હાજર રહેશે. એ ઉપરાંત નીરજ ઘાયવાનની ફિલ્મ ‘હોમબાઉન્ડ’ પણ દર્શાવવામાં આવશે. આ ઉપરાંત અનુપમ ખેર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘તન્વી ધ ગ્રેટ’ પણ પ્રદર્શિત થશે.
તાજેતરમાં જ, આલિયા ભટ્ટે ભારતના વીર જવાનો માટે ખાસ મેસેજ લખીને સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો હતો. તેણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ (Ind-Pak Tension) પર પોતાની પ્રતિક્રિયા રજૂ કરી છે. ગઇકાલે નરેન્દ્ર મોદીએ પણ ભારતના શસસ્ત્ર દળ અને સૈનિકોની સરાહના કરી હતી. હવે આલિયાએ સરહદ પર પોતાના જીવની પરવા કર્યા વગર દેશની સુરક્ષા માટે ઉભેલા અને દુશ્મનના પ્રત્યેક પ્રહારનો સામનો કરી જડબાતોડ જવાબ આપી રહેલા સૈનકો માટે હ્રદયના ઊંડાણથી મેસેજ લખ્યો છે. તેણે સૈનિકોની પ્રશંસા કરી છે. હ્રદયના ભાવોને અને છેલ્લા કેટલાંક દિવસથી જે પ્રકારનું દેશમાં વાતાવરણ છે તે મુદ્દે આલિયા ભટ્ટે સરસ રીતે વાચા આપી છે. આલિયા ભટ્ટ જેવી અનેક હસ્તીઓ આતંકવાદ સામે ભારત સરકારે શરૂ કરેલા ‘ઑપરેશન સિંદૂર’ને વધાવી રહ્યા છે અને વખાણી રહ્યા છે.

