Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બિહારમાં પબ્લિક સર્વિસની પરીક્ષાઓ રદ કરવાની માગણી સાથે CMના ઘર પર હલ્લાબોલ

બિહારમાં પબ્લિક સર્વિસની પરીક્ષાઓ રદ કરવાની માગણી સાથે CMના ઘર પર હલ્લાબોલ

Published : 26 August, 2026 02:35 PM | IST | Patna
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિહારમાં પબ્લિક સર્વિસની પરીક્ષાઓ રદ કરવાની માગણી સાથે સ્ટુડન્ટ્સનું મુખ્ય પ્રધાનના ઘર પર હલ્લાબોલ

પટનામાં બૅરિકેડ્સ તોડીને સ્ટુડન્ટ્સે લોકભવન તરફ કૂચ કરી ત્યારે પોલીસે વૉટર-કૅનન ચલાવી હતી.

પટનામાં બૅરિકેડ્સ તોડીને સ્ટુડન્ટ્સે લોકભવન તરફ કૂચ કરી ત્યારે પોલીસે વૉટર-કૅનન ચલાવી હતી.


પરીક્ષાઓમાં થયેલી કથિક ગરબડોને કારણે ૭૦મી બિહાર પબ્લિક સર્વિસ કમિશન (BPSC)ની પરીક્ષાઓ રદ કરવાની માગણી સાથે BPSCના વિદ્યાર્થીઓએ ગઈ કાલે બિહારના મુખ્ય પ્રધાનના ઘરનો ઘેરાવ કર્યો હતો અને બૅરિકેડ્સ તોડીને ત્યાં પહોંચેલા વિદ્યાર્થીઓને અટકાવવા અને વિખેરવા માટે પોલીસે વૉટર કૅનનનો ઉપયોગ કર્યો હતો.

ગઈ કાલે સેંકડો વિદ્યાર્થીઓ અને BPSC ઉમેદવારોએ પોલીસ બૅરિકેડ્સ તોડીને પટનામાં બિહારના મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીના નિવાસસ્થાન તરફ કૂચ કરી હતી. આના કારણે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.



બિહાર પબ્લિક સર્વિસ કમિશન શિક્ષક ભરતી પરીક્ષા 4ના ઉમેદવારો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે ગાંધી મેદાનથી પૂર્વઘોષિત કૂચ શરૂ કરીને ડાક બંગલા ક્રૉસિંગ પર પહોંચ્યા હતા, જ્યાં પોલીસે ઘણા લોકોની અટકાયત કરી હતી. ઘણા વિદ્યાર્થીઓ તિરંગો લઈને પોલીસ સાથે ઝપાઝપી કરી રહ્યા હતા અને ક્રૉસિંગ પર બૅરિકેડ્સ તોડી નાખ્યાં હતાં. 


Whatsapp-channel Whatsapp-channel

26 August, 2026 02:35 PM IST | Patna | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK