Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હવે કેરલા નહીં કેરલમ બોલો

હવે કેરલા નહીં કેરલમ બોલો

Published : 25 February, 2026 07:34 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેન્દ્ર સરકારે નામ બદલવા માટેની મંજૂરી આપી દીધી રાજ્ય સરકારને

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નવા પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ (PMO) બિલ્ડિંગ સેવા તીર્થમાં ગઈ કાલે કેન્દ્રીય કૅબિનેટની પહેલી બેઠકમાં ઘણા મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. એમાં મોદી કૅબિનેટે કેરલા સરકારના રાજ્યનું નામ બદલીને કેરલમ કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે. આ પગલું એપ્રિલ-મેમાં યોજાનારી કેરલમ વિધાનસભાની ચૂંટણી પહેલાં લેવામાં આવ્યું છે. કેરલાની વિધાનસભાએ ૨૦૨૪ની ૨૪ જૂને સર્વાનુમતે એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં કેન્દ્ર સરકારને રાજ્યનું નામ સત્તાવાર રીતે બદલીને કેરલમ કરવા વિનંતી કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રાલયે પ્રથમ ઠરાવની સમીક્ષા કરતી વખતે કેટલાક ટેક્નિકલ ફેરફારો સૂચવ્યા હતા, જેને કારણે વિધાનસભાએ બીજી વખત આ ઠરાવ મંજૂર કર્યો હતો. આ મુદ્દે કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ‘ભાષાના આધારે રાજ્યની રચના થઈ ત્યારથી કેરલાનું નામ કેરલમ રાખવાની માગણી કરવામાં આવી રહી છે. કૅબિનેટે એને મંજૂરી આપી છે.’

રાજ્યનું સત્તાવાર નામ મલયાલમ ભાષામાં કેરલમ છે, પણ અંગ્રેજીમાં એને કેરલા લખવામાં આવે છે તેથી રાજ્ય સરકારે એને બદલીને ‘કેરલમ’ કરવાની વિનંતી કરી હતી. મલયાલમમાં કેર એટલે પાણી અને અલમ એટલે ભૂમિ. આમ પરશુરામ દ્વારા પાણીમાંથી મેળવવામાં આવેલી જમીન તરીકે એનું નામ કેરલમ છે.


Whatsapp-channel Whatsapp-channel

25 February, 2026 07:34 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK