મેડિકલ કૉલેજ મૅનેજમેન્ટની ફરિયાદના આધારે પરિવાર અને અન્ય આરોપીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. દરમિયાન, મુસ્લિમ મહિલાઓનો આરોપ છે કે ડૉક્ટરોએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને હૉસ્પિટલની બહારથી દવા લાવવા અંગે આ વિવાદ શરૂ થયો હતો, અધિકારીએ કહ્યું.
					
					
પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય મિડ-ડે
મધ્યપ્રદેશના વિદિશામાં આવેલી અટલ બિહારી વાજપેયી સરકારી મેડિકલ કૉલેજમાં હિજાબને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. અહેવાલો અનુસાર, સુલતાના બી. નામની 65 વર્ષીય મહિલા ઘરે પડી જવાથી ઘાયલ થઈ હતી અને તેને સારવાર માટે મેડિકલ કૉલેજના ઇમરજન્સી વોર્ડમાં લાવવામાં આવી હતી. સારવાર દરમિયાન, ડૉક્ટરે જખમી મહિલાને તેના ચહેરા અને માથાના ઇજાઓની તપાસ કરવા માટે હિજાબ કાઢવાનું કહ્યું. આ વાત સાંભળી મહિલાના પરિવારે વાંધો ઉઠાવ્યો અને સ્ટાફ સાથે મારપીટ કરી. હિજાબ કાઢવાનું કહેતા પરિસ્થિતિ ઝડપથી બોલાચાલીમાં પરિણમી અને પરિવારના સભ્યોએ ફરજ પર હાજર રહેલા ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ પર હુમલો કરવાનું શરૂ કર્યું.
આ ઘટનાને કારણે હૉસ્પિટલમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. પરિવારના સભ્યોએ ઇમરજન્સી વોર્ડમાં તોડફોડ કરી, દવાની ટ્રોલીઓ ઉથલાવી દીધી અને દરવાજા પણ તોડી નાખ્યા હતા. આ ઝઘડામાં એક ડૉક્ટર અને ત્રણ નર્સિંગ સ્ટાફ ઘાયલ થયા છે. એવી માહિતી મળી રહી છે કે પરિવારના સભ્યોએ સરકારી મિલકતને પણ નુકસાન પહોંચાડ્યું, હૉસ્પિટલની કામગીરીમાં વિક્ષેપ પાડ્યો જેને કારણે ત્યના અન્ય દર્દીઓની સારવારમાં અવરોધ ઊભો થયો હતો. આ સમગ્ર ઘટના હૉસ્પિટલના સીસીટીવી કૅમેરામાં કેદ થઈ હતી. હૉસ્પિટલમાં આ ઘટના દરમિયાનના સીસીટીવી ફૂટેજને હવે પોલીસે કબજે કરી છે અને આ કેસની તપાસ પણ શરૂ કરી દીધી છે.
ADVERTISEMENT
પોલીસ તપાસ શરૂ
View this post on Instagram
શહેરના પોલીસ અધિક્ષક અતુલ સિંહે જણાવ્યું હતું કે મેડિકલ કૉલેજ મૅનેજમેન્ટની ફરિયાદના આધારે પરિવાર અને અન્ય આરોપીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. દરમિયાન, મુસ્લિમ મહિલાઓનો આરોપ છે કે ડૉક્ટરોએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને હૉસ્પિટલની બહારથી દવા લાવવા અંગે આ વિવાદ શરૂ થયો હતો. ડૉક્ટરોએ જણાવ્યું હતું કે દર્દીના ચહેરા પર ઈજા થઈ હતી અને સારવાર માટે તેઓએ તેને હિજાબ કાઢવા માટે કહ્યું હતું, જેના પર તે અને તેનો પરિવાર ગુસ્સે થયો હતો. પોલીસે તમામ પક્ષોના નિવેદનો નોંધ્યા છે અને તપાસ આગળ વધારી છે.
શાળામાં તિલક અને ચંદલા પર પ્રતિબંધ પર વિવાદ
થાણે જિલ્લાના કલ્યાણમાં આવેલી શ્રીમતી કાંતાબેન શાંતિલાલ ગાંધી સ્કૂલ એક વિવાદમાં ફસાઈ છે. ધાર્મિક સહિષ્ણુતા જાળવવાના નામે આ સ્કૂલ હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહી હોવાનો આદેશ આપ્યો છે. સ્કૂલે એક વિચિત્ર આદેશ બહાર પાડ્યો હતો કે ‘જો કોઈ વિદ્યાર્થીઓ હાથમાં તિલક, ચાંદલો, દોરો કે બંગડી પહેરશે તો તેમને સજા કરવામાં આવશે. આ અંગે વાલીઓ ગુસ્સે ભરાયા હતા. તેમણે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ કરી હતી. આ મામલે શિવસેના બાળાસાહેબ ઉદ્ધવ ઠાકરે સેના પણ આ અંગે આક્રમક બની હતી.
		        	
		         
        

