Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > એક હાથમાં રસ્સી અને બીજા હાથમાં વાસણ લઈને ૩૦ ફુટ ઊંડે ઊતરવું પડે છે બાળકોને

એક હાથમાં રસ્સી અને બીજા હાથમાં વાસણ લઈને ૩૦ ફુટ ઊંડે ઊતરવું પડે છે બાળકોને

Published : 26 May, 2026 10:52 AM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ગામમાં ૪૨ ડિગ્રી તાપમાન છે ત્યારે તરસ બુઝાવવા માટે બાળકો દોરડું બાંધીને એના સહારે સાંકળી ગેમ રમતાં હોય એમ ઘડામાં પાણી ભરે છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


મધ્ય પ્રદેશમાં એક તરફ ભીષણ ગરમી છે અને બીજી તરફ કેટલાંક ગામો પાણીની તંગીની સમસ્યાથી ટળવળી રહ્યાં છે. બુરહાનપુરથી ૪૦ કિલોમીટર દૂર આવેલા ધૂલકોટ નામના આદિવાસી વિસ્તારમાં પચાસથી વધુ પરિવારો એક જ કૂવાના પાણી પર નિર્ભર છે. આ કૂવો પણ એટલો ઊંડો અને છીછરો થઈ ગયો છે કે એમાંથી પાણી કાઢવું પણ મુશ્કેલ છે. કૂવાને આડેધડ ખોદવામાં આવ્યો હોવાથી એની આસપાસ સેફ્ટી પણ નથી. પથરાળ કૂવામાંથી નાનાં-નાનાં વાસણોથી ઉલેચીને ઘડો ભરી શકાય છે. આ ગામમાં ૪૨ ડિગ્રી તાપમાન છે ત્યારે તરસ બુઝાવવા માટે બાળકો દોરડું બાંધીને એના સહારે સાંકળી ગેમ રમતાં હોય એમ ઘડામાં પાણી ભરે છે.

બાળકો આ રીતે જીવ જોખમમાં મૂકી રહ્યાં હોવાનો વિડિયો વાઇરલ થતાં બુરહાનપુરના કલેક્ટર હર્ષ સિંહે તાત્કાલિક ધોરણે આ ગામના લોકોની પીવાના પાણીની સમસ્યાનું નિવારણ કરવા અને તેમનાં ઘરો સુધી ટૅન્કર પહોંચાડવાની જાહેરાત કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

26 May, 2026 10:52 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK