Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવતપાની શરૂઆતમાં જ મહારાષ્ટ્ર તપ્યું, ગરમી સાથે વાવાઝોડાની પણ ચેતવણી

નવતપાની શરૂઆતમાં જ મહારાષ્ટ્ર તપ્યું, ગરમી સાથે વાવાઝોડાની પણ ચેતવણી

Published : 26 May, 2026 07:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પચીસથી ૩૦ મે સુધી વિદર્ભમાં ગરમીનું મોજું ચાલુ રહેશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


છેલ્લા ૧૫ દિવસમાં રાજ્યના ઘણા ભાગમાં તાપમાન વધી ગયું છે, પરંતુ નવતપા ગઈ કાલથી શરૂ થયું છે. નવતપા એટલે ઉનાળાની ઋતુના ૯ સૌથી ગરમ દિવસ. આ ૯ દિવસ દરમ્યાન સૂર્ય પૃથ્વીની સૌથી નજીક હોય છે. પરિણામે તાપ અને ગરમ પવનોની તીવ્રતા એની ટોચ પર પહોંચે છે. નવતપા પચીસથી બીજી જૂન સુધી ચાલુ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર અને પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન ૪૮ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. દરમ્યાન ૨૮થી ૩૦ મે દરમ્યાન વાવાઝોડાની ચેતવણી પણ આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં પચીસથી ૩૦ મે સુધી વિદર્ભ ક્ષેત્રમાં ગરમીનું મોજું ચાલુ રહેવાની ધારણા છે. નવતપા દરમ્યાન મહારાષ્ટ્રના મોટા ભાગના ભાગોમાં તાપમાન ઊંચું રહેવાની ધારણા છે. નવતપા પૂરું થયા પછી હવામાનની પૅટર્નમાં પરિવર્તન શરૂ થાય છે. આ ૯ દિવસ પછી ચોમાસાના વરસાદની શરૂઆત માટે પરિસ્થિતિ અનુકૂળ બને છે અને ગરમીથી રાહત મળવાની શરૂ થાય છે.

વિદર્ભમાં ભારે ગરમી : રેડ અને ઑરેન્જ અલર્ટ ક્યાં છે?



છેલ્લાં બે અઠવાડિયાંથી વિદર્ભ ક્ષેત્રમાં સતત ગરમી છે. વિદર્ભના બ્રહ્મપુરીમાં સૌથી વધુ તાપમાન ૪૭.૨ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. ચંદ્રપુર, ગડચિરોલી, અમરાવતી, નાગપુર, અકોલા, ગોંદિયા અને ભંડારા સહિત તમામ જિલ્લાઓમાં તાપમાન ૪૪થી ૪૫ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું હતું. અમરાવતી, વર્ધા અને ચંદ્રપુર જિલ્લાઓ માટે ભારે ગરમી માટે રેડ અલર્ટ જાહેર કરવામાં આવી છે. અકોલા, યવતમાલ, નાગપુર, ભંડારા, ગોંદિયા અને ગડચિરોલી જિલ્લાઓ માટે ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવી છે. 


મુંબઈમાં ભેજ ૯૧ ટકા, બે દિવસ મુંબઈમાં ગરમીની યલો અલર્ટ

સતત ત્રીજા દિવસે મુંબઈમાં ભેજ અને ઉકળાટનું પ્રમાણ યથાવત્ રહ્યું હતું. ગઈ કાલે મુંબઈમાં સરેરાશ ભેજનું પ્રમાણ ૯૧ ટકા રહ્યું હતું. રાતે પણ બફારો અસહ્ય બન્યો છે. બફારાને કારણે ACની વધતી જરૂરિયાતને પગલે મુંબઈમાં ગઈ કાલે ૪૫૦૦ મેગવૉટ કરતાં પણ વધારે વીજળીની ડિમાન્ડ રહી હતી. મુંબઈ, થાણે અને પાલઘરમાં હજી બે દિવસ ગરમી જોર પકડશે. ગરમીની યલો અલર્ટ હોવાની સાથે આવતી કાલે વરસાદ પડવાની પણ આગાહી હવામાન ખાતાએ કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

26 May, 2026 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK