Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચિત્રકૂટમાં મંદાકિની નદી ખતરાના નિશાનથી ૯ મીટર ઉપર વહેવા લાગી

ચિત્રકૂટમાં મંદાકિની નદી ખતરાના નિશાનથી ૯ મીટર ઉપર વહેવા લાગી

Published : 30 August, 2026 02:52 PM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રામઘાટના ૩ પુલ ડૂબ્યા, મધ્ય પ્રદેશ-ઉત્તર પ્રદેશનો સંપર્ક તૂટ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં મંદાકિની નદીમાં પાણીનું પ્રમાણ ખૂબ વધી જતાં ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યે નદી ભયના નિશાનથી લગભગ ૯ મીટર ઉપર વહી રહી હતી, જેના કારણે ૨૩ વર્ષ જૂનો રેકૉર્ડ તૂટી ગયો છે. 

મંદાકિની નદીનું પાણીનું સ્તર ૧૩૫ મીટરથી વધુ પહોંચી ગયું છે, જે ૧૨૬ મીટરના ભયાનક સ્તરથી ૯ મીટર ઉપર છે. રામઘાટ વિસ્તારમાં પાણી વધી જવાને કારણે લોકો માતા ગજેન્દ્રનાથ મંદિર અને નજીકના ઘરોમાં ફસાયેલા છે. ભારે પ્રવાહ વચ્ચે તેમને બોટનો ઉપયોગ કરીને બચાવવામાં આવી રહ્યા છે. રામઘાટ ખાતે ચિત્રકૂટને મધ્ય પ્રદેશ સાથે જોડતા ત્રણેય પુલ ડૂબી ગયા હતા, જેના કારણે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ વચ્ચેનો સંપર્ક ખોરવાઈ ગયો હતો. 



મંદાકિની નદી પરનો એક પુલ શક્તિશાળી પ્રવાહમાં ધોવાઈ ગયો હતો, જેના કારણે ચિત્રકૂટ જતા-આવતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ફસાયેલા લોકોને હેલિકૉપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2026 02:52 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK