સામાન્ય બોલાચાલી બાદ હેડ કૉન્સ્ટેબલ ૧૫૦ રાઉન્ડ લઈને ઑફિસમાં ઘૂસી ગયો હતો, અંધાધૂંધ ગોળીબાર કર્યો
ચાર જવાનોનાં મોત નીપજ્યાં હતાં.
જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)ના એક જવાને સામાન્ય બોલાચાલી બાદ તેના જ સાથીઓ પર અંધાધૂંધ ફાયરિંગ કરતાં એક અધિકારી સહિત ચાર જવાનોનાં મોત નીપજ્યાં હતાં.
પ્રાપ્ત માહિતી અનુસાર બસોહલીના મશ્કા ગામમાં આવેલા સેવા પાવર પ્રોજેક્ટ ખાતે સાંજે ૬.૪૦ વાગ્યે આ ઘટના બની હતી. આરોપી હેડ કૉન્સ્ટેબલ અવધેશ કુમાર સિંહ ૧૫૦ રાઉન્ડ દારૂગોળા સાથે પોતાની AK-47 રાઇફલ લઈને ઑફિસમાં ઘૂસી ગયો હતો અને તાબડતોબ ગોળીબાર શરૂ કરી દીધો હતો.
ADVERTISEMENT
આ હુમલામાં અસિસ્ટન્ટ કમાન્ડન્ટ અંકિત કુમાર પાંડે, સબ-ઇન્સ્પેક્ટર લક્ષ્મણ સિંહ, કૉન્સ્ટેબલ રફીક અહમદ અને કૉન્સ્ટેબલ સંદીપ કુમાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને આરોપી જવાનની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
