Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ક્લાઇમેટ ચેન્જની ગંભીર અસર

ક્લાઇમેટ ચેન્જની ગંભીર અસર

Published : 05 November, 2026 11:48 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એપ્રિલની ભીષણ ગરમીને કારણે ભારતમાં ૮૮૩૦ બાળકોની પ્રી-મૅચ્યૉર ડિલિવરી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


માનવસર્જિત ક્લાઇમેટ ચેન્જને કારણે વધેલી ભીષણ ગરમીની ગંભીર અસર માત્ર માણસો પર જ નહી પરંતુ જન્મ નથી થયો એવાં બાળકો પર પણ થઈ રહી છે. ગરમીની ગંભીર અસર સગર્ભા મહિલાઓ અને નવજાત શિશુઓ પર પડી રહી છે. એક સંસ્થાના અભ્યાસ બાદ સામે આવેલા નવા રિપોર્ટ મુજબ ભારતમાં એપ્રિલ ૨૦૨૪માં આકરા તાપને કારણે ૮૮૩૦ બાળકોની સમય કરતાં વહેલી ડિલિવરી થઈ હતી. આ આંકડામાંથી ૬૫ ટકા કેસ માત્ર ૪ રાજ્યો - બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં નોંધાયા હતા. 

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)ના મતે ગર્ભાવસ્થાનાં ૩૭ અઠવાડિયાં પૂરાં થાય એ પહેલાં જન્મેલા બાળકને પ્રી-મૅચ્યૉર ગણવામાં આવે છે, જે નવજાત બાળકોના મૃત્યુનાં મુખ્ય કારણો પૈકી એક છે. રિપોર્ટ મુજબ ગરમીમાં ૧ ડિગ્રી સેલ્સિયસના વધારાથી પ્રી-મૅચ્યૉર ડિલિવરીનું જોખમ ૪ ટકા અને હીટવેવ દરમિયાન ૨૬ ટકા વધી જાય છે. ગરીબી, નબળું પોષણ અને બહાર કામ કરતી મહિલાઓ માટે આ જોખમ સૌથી વધુ હોય છે. 



નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો તાપમાન આ જ રીતે વધતું રહેશે તો ૨૦૫૦ સુધીમાં સામાન્ય એપ્રિલ મહિનામાં પણ એટલું તાપમાન હશે કે ૧૫,૦૦૦થી વધુ પ્રી-મૅચ્યૉર ડિલિવરી પણ થઈ શકે છે. ડૉક્ટરોએ પણ મૅટર્નલ હેલ્થકૅર સિસ્ટમમાં સગર્ભા મહિલાઓને આકરા તાપથી બચાવવા માટે ખાસ માર્ગદર્શિકા સામેલ કરવાની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2026 11:48 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK