Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કૉક્રૉચ જનતા પાર્ટીનાં આજે દિલ્હીમાં જંતરમંતરમાં ધરણાં

કૉક્રૉચ જનતા પાર્ટીનાં આજે દિલ્હીમાં જંતરમંતરમાં ધરણાં

Published : 06 June, 2026 07:33 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)એ આજે દિલ્હીના જંતરમંતર ખાતે એના પ્રથમ મોટા વિરોધ-પ્રદર્શનની જાહેરાત કરી છે.

અભિજિત દીપકે

અભિજિત દીપકે


કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)એ આજે દિલ્હીના જંતરમંતર ખાતે એના પ્રથમ મોટા વિરોધ-પ્રદર્શનની જાહેરાત કરી છે. નૅશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)નું પેપર-લીક થયું, સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)નાં પરિણામોમાં વિસંગતતાઓ જણાઈ આવી એ વિશે વિદ્યાર્થીઓમાં ગુસ્સો છે ત્યારે આ વિરોધ-પ્રદર્શન દ્વારા શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી કરવામાં આવશે. CJPનો સ્થાપક અભિજિત દીપકે આ વિરોધ-પ્રદર્શનનું નેતૃત્વ કરવા માટે અમેરિકાથી ભારત આવી રહ્યો છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે આ લડાઈ દેશના એક કરોડથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે છે.

આ સમગ્ર આંદોલન સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પરથી ઉદ્ભવ્યું હતું. પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ સૌપ્રથમ આંદોલનની જાહેરાત કરી હતી. ત્યારે તેમણે યુવાનોને દિલ્હી ઍરપોર્ટ પર એકઠા થવા અપીલ કરી હતી. જોકે હવે અભિજિત દીપકેએ સમર્થકોને 



દિલ્હી ઍરપોર્ટ પર નહીં આવવા કહ્યું છે. તે માને છે કે ઍરપોર્ટ જેવા સંવેદનશીલ સ્થળે મોટી ભીડ એકઠી કરવાથી જનતાને અસુવિધા થશે અને કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડી શકે છે. તેથી હવે તેનું ધ્યાન સીધું જંતરમંતર તરફ વાળ્યું છે. અભિજિતે પોસ્ટમાં સમર્થકોને દિલ્હીના રસ્તાઓ પર શાંતિપૂર્ણ અને પ્રેમથી પોતાનો વિરોધ નોંધાવવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે અને સવારે ૯ વાગ્યે જંતરમંતર નજીક સંસદ માર્ગ પોલીસ-સ્ટેશન પહોંચવા કહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2026 07:33 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK