કમર્શિયલ લિક્વિડિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)ની કિંમતમાં એક વાર ફરીથી વધારો થયો છે
પ્રતીકાત્મક તસવીર
કમર્શિયલ લિક્વિડિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)ની કિંમતમાં એક વાર ફરીથી વધારો થયો છે. ગઈ કાલે પહેલી એપ્રિલથી જ નવા દર લાગુ થઈ ગયા છે. ૧૯ કિલોના કમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ દિલ્હીમાં ૧૯૪ રૂપિયા, ચેન્નઈમાં ૨૦૩ રૂપિયા, મુંબઈમાં ૧૯૬ રૂપિયા અને કલકત્તામાં ૨૧૮ રૂપિયા વધ્યા છે. જોકે ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતોમાં કોઈ બદલાવ થયો નથી. ભાવવધારા પછી હવે કમર્શિયલ સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં ૨૦૭૮.૫૦ રૂપિયા, ચેન્નઈમાં ૨૨૪૫.૫૦ રૂપિયા, મુંબઈમાં ૨૦૩૧ રૂપિયા અને કલકત્તામાં ૨૨૦૮ રૂપિયા થઈ ગયો છે.
શેલ કંપનીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા
ADVERTISEMENT
પ્રાઇવેટ ફ્યુઅલ કંપની શેલ ઇન્ડિયાએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલના ભાવમાં ૭.૪૧ રૂપિયા અને ડીઝલના ભાવમાં અધધધ ૨૫.૦૧ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આના કારણે સાદા પેટ્રોલના ભાવ ૧૧૯.૮૫ રૂપિયા અને પ્રીમિયમ પેટ્રોલના ભાવ ૧૨૯.૮૫ રૂપિયા થયા છે. બીજી તરફ સાદા ડીઝલના ભાવ ૧૨૩.૫૨ રૂપિયા અને પ્રીમિયમ ડીઝલના ભાવ ૧૩૨.૫૨ રૂપિયા થયા છે. અલગ-અલગ રાજ્યોમાં ભાવમાં થોડી વધઘટ હોઈ શકે છે.
