Darbhanga:વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કોંગ્રેસની વોટ અધિકાર યાત્રા દરમિયાન ગાળો આપનાર આરોપીને દબોચી લેવામાં આવ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
Darbhanga: વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કોંગ્રેસની વોટ અધિકાર યાત્રા દરમિયાન ગાળો આપનાર આરોપીને દબોચી લેવામાં આવ્યો છે. બિહાર પોલીસની ટીમે કાર્યવાહી કરી હતી જેમાં તેને દરભંગાથી પકડી પાડવામાં આવ્યો છે. આરોપીનું નામ રીઝવી ઉર્ફ રાજા છે જે સિંહવાડા એરિયાના ભોપુરા ગામમાં રહે છે. તેના પર આરોપ હતો કે તેણે મંચ પરથી ખુલ્લેઆમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ભાષામાં ટીપ્પણી કરી હતી. આ કિસ્સો સામે આવ્યા બાદ પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધાયો હતો. પોલીસ આ મામલે તપાસ કરી હતી. કઅને તપાસના ટૂંકા ગાળામાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
Darbhanga: બુધવારે જે મંચ પરથી વડા પ્રધાન મોદીને ગાળો આપવામાં આવી હતી તે મંચ કોંગ્રેસ નેતા નૌશાદ દ્વારા તૈયાર કરાવવામાં આવ્યો હતો. નૌશાદ જાલે બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે. જોકે, ગુરુવારે તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી માફી માગતો વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધીનું સ્વાગત કર્યા બાદ તેઓ તેમના કાફલા સાથે મુઝફ્ફરપુર તરફ રવાના થયા હતા. તેઓને એ વાતનો ખ્યાલ જ નહોતો કે મંચ પરથી આ રીતે અભદ્ર ટીપ્પણી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે તેઓને પણ આ ઘટનાથી ખૂબ જ દુખ થયું છે.
ADVERTISEMENT
આ ઘટના ક્યારે બની હતી?
બિહાર ચૂંટણી પહેલા એસઆઈઆરના મુદ્દે મતદાતા અધિકાર યાત્રા માટે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવનો કાફલો બુધવારે દરભંગા (Darbhanga) ખાતે આવ્યો હતો. અહીંના જાલે મતવિસ્તારના સિમરીમાં કોંગ્રેસના ઉમેદવાર મોહમ્મદ નૌશાદ દ્વારા સ્વાગત મંચ તૈયાર કરવામાં આવ્યો હતો. આ મંચ પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માતા પર ગાળો બોલવામાં આવી હતી. જેનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ મહાગઠબંધન વિરુદ્ધ મોરચો કાઢ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહથી લઈને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને મોદી અને નીતીશ સરકારના મંત્રીઓએ રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે માફી માગવી જોઈએ એવી માગ કરી હતી. આ બાબતે પોલીસ સ્ટેશનમાં સુદ્ધા ફરિયાદ નોંધવામાં આવી હતી. બીજી બાજુ, રાજ્ય મહિલા આયોગે પણ આ આ મામલાની નોંધ લઈને ગુરુવારે દરભંગા ડીએમને કાર્યવાહી માટે પત્ર લખ્યો હતો. આ મામલે એસએસપી જગનાથ રેડ્ડીએ જણાવ્યું કે હવે આ મામલે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. અને વડા પ્રધાન મોદી પર અભદ્ર ટિપ્પણીના સંબંધમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. હવે આરોપીઓને પકડવા માટે પોલીસ સતત તપાસ કરી રહી છે. પોલીસે આરોપીની (Darbhanga) ધરપકડ કરી છે જેની ઓળખ રિઝવી ઉર્ફે રફીક ઉર્ફે રાજા તરીકે થઈ છે. પોલીસ સિંઘવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના સરફરાઝ શેખની પણ શોધ કરી રહી છે. તેમણે પીએમ મોદી પર ભ્રષ્ટાચારનો આરોપ પણ લગાવ્યો હતો.

