મનોજ જરાંગે પાટીલે ગઈ કાલે સાંજે પત્રકારો સાથે વાત કરી હતી. એના મુખ્ય મુદ્દા આ રહ્યા...
ગઈ કાલે આઝાદ મેદાનમાં મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલ.
એક જ રાજ્યમાં એક જ જાતિની ત્રણ સબ-કાસ્ટ હોય?
મરાઠાઓ માટે અનામત હોવા છતાં તેમને અનામત ન આપી. શું આ છે ફડણવીસનું કર્તૃત્વ?
ADVERTISEMENT
ખેડૂતોને કર્જમાફી આપીશ એમ પણ કહ્યું હતું. એ પણ ન આપી.
લાડકી બહેનોનો પગાર બંધ કર્યો.
સરકાર મરાઠાઓને અનામત આપે.
સરકારને મરાઠાનાં મન જીતવાની તક.
આંદોલનકારીઓમાં ગેરસમજ ફેલાવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે.
સરકાર રમત રમવાનું બંધ કરે.
જેટલું મોડું કરશો એટલું આંદોલન તીવ્ર બનશે.
સરકારની ભૂમિકા અંગ્રેજો કરતાં પણ ખરાબ છે.
જો સરકાર અનામત આપશે તો વર્ષા બંગલો પર ટ્રક ભરીને ગુલાલ લઈ જઈશું અને આખો બંગલો ગુલાલથી રંગી દઈશું.
મોટી સંખ્યામાં મરાઠાઓ આવ્યા છે, વિરાર પાસે ઘણાં વાહનો અટક્યાં છે, અમારાં વાહનોને પાર્કિંગ આપશો તો બીજાં વાહનો પણ નીકળી શકશે.
હું અનશન કરી રહ્યો છું. આજે ફક્ત પાણી પીધું છે. મારું ગળું સુકાય છે. હવે વધુ બોલી પણ નહીં શકું. હવે બે દિવસ પાણી પણ છોડી દઈશ.
સરકારે વડાપાંઉ અને ખાવા-પીવાની અન્ય દુકાનો બંધ કરાવી દીધી અને સ્વચ્છતાગૃહો પણ બંધ કરાવી દીધાં. પીવા માટે પાણી પણ મળી નથી રહ્યું. મરાઠાઓ કંટાળીને મુંબઈ છોડી જાય એવો ઘાટ ઘડ્યો છે.
આંદોલનકારીઓને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. સરકારે આ ગંદી રમત રમવાનું બંધ કરવું જોઈએ. તમે અમને અહીં ત્રાસ આપશો તો તમે અમારે ત્યાં આવશો તો અમે તમને ત્રાસ આપીશું. મુંબઈમાંથી પાછા ફર્યા બાદ અમારી શું હાલત થયેલી એ અમને યાદ રહેશે.

