Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હીમાં એક પિતાએ ૧૦ વર્ષ સુધી દીકરી પર બળાત્કાર કર્યો; પુત્રીએ દુષ્કર્મનો વિડિયો બનાવીને પકડાવ્યો

દિલ્હીમાં એક પિતાએ ૧૦ વર્ષ સુધી દીકરી પર બળાત્કાર કર્યો; પુત્રીએ દુષ્કર્મનો વિડિયો બનાવીને પકડાવ્યો

Published : 12 April, 2026 11:09 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેની સામે બળાત્કાર અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રલ ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POSCO-પૉક્સો) ઍક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો અને તેને જેલમાં ધકેલી દીધો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દિલ્હીના બુરાડી વિસ્તારમાં ૧૦ વર્ષથી પિતાના જાતીય શોષણનો ભોગ બનેલી ૨૧ વર્ષની યુવતીએ પિતા વિરુદ્ધ વિડિયો-પુરાવા એકત્રિત કર્યા હતા. ત્યાર બાદ પોલીસે આ ક્રૂર પિતાની ધરપકડ કરીને તેની સામે બળાત્કાર અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રલ ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POSCO-પૉક્સો) ઍક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો અને તેને જેલમાં ધકેલી દીધો હતો.

૧૧ વર્ષની ઉંમરે બળાત્કાર શરૂ થયો



પોલીસમાં નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ પિતાની હવસનો શિકાર બનેલી યુવતી જૅપનીઝ ભાષા શીખી રહી છે. તેના પિતા કૉન્ટ્રૅક્ટર છે. તે માતાપિતાનું એકમાત્ર સંતાન છે. જ્યારે આ યુવતી માત્ર ૧૧ વર્ષની હતી ત્યારે ૨૦૧૫ના જાન્યુઆરીમાં તેના પિતાએ પહેલી વાર તેના પર બળાત્કાર કર્યો હતો. એ સમયે તેની મમ્મી પોતાના ગામ ગઈ હતી અને દીકરી પિતા સાથે એકલી રહેતી હતી. અજ્ઞાનતા અને ડરને કારણે તે લાંબા સમય સુધી આ ભયાનક સત્ય કોઈને જણાવી શકી નહોતી.


માતાએ તેને ચૂપ કરાવી દીધી

આ યુવતી જેમ-જેમ મોટી થતી ગઈ એમ તેને પિતાના અત્યાચારની જાણ થઈ અને ડિપ્રેશનથી તેણે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ એમાં તે નિષ્ફળ ગઈ હતી. ૧૬ વર્ષની ઉંમરે તેણે તેની મમ્મીને બધું કહેવાની હિંમત એકઠી કરી, પરંતુ મમ્મીએ તેના પર વિશ્વાસ કરવાને બદલે તેને ચૂપ કરાવી દીધી હતી. ૨૦૧૮માં તેણે બિલાસપુરના ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)માં ડૉક્ટરને પોતાની આપવીતી જણાવી હતી. ડૉક્ટરે તેની મમ્મીને આ વિશે કહ્યું ત્યારે તેણે પુત્રીને કલાકો સુધી એક રૂમમાં બંધ કરી દીધી અને તેને ધમકી આપી હતી. દબાણ અને ડર હેઠળ યુવતીને ડૉક્ટર સમક્ષ જૂઠું બોલવાની ફરજ પડી હતી.


પુરાવા એકઠા કર્યા

પરિવાર તરફથી ધમકીઓ મળતાં તેણે તેની રૂમમાં ગુપ્ત રીતે મોબાઇલ ફોન કૅમેરા ઑન રાખવાનું શરૂ કર્યું. લગભગ એક વર્ષની સખત મહેનત પછી તેણે તેના પિતાનાં દુષ્કૃત્યોનાં અસંખ્ય વિડિયો-ફુટેજ એકત્રિત કર્યાં હતાં. એપ્રિલમાં તેણે એક મિત્રને વાત કરી અને તેના ઘરેથી પોલીસને ફોન કર્યો. તાત્કાલિક પોલીસે તેનું તબીબી પરીક્ષણ કરાવ્યું અને તેનું નિવેદન નોંધ્યું હતું. યુવતી દ્વારા પૂરા પાડવામાં આવેલા ડિજિટલ પુરાવાના આધારે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી હતી. પોલીસ હવે આ કેસમાં યુવતીની મમ્મીની ભૂમિકાની સંપૂર્ણ તપાસ કરી રહી છે અને એ  નક્કી કરી રહી છે કે તે આ ગુનામાં સહભાગી હતી કે નહીં.

 

Whatsapp-channel Whatsapp-channel

12 April, 2026 11:09 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK