Delhi Demolition Drive: વિક્ષેપ પાડવા માટે આવેલા લોકોએ બેરિકેડ તોડીને અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ટીયર ગેસના છોડીને તેમને ત્યાંથી દૂર કર્યા હતા. જોકે, એવી પણ માહિતી મળી છે કે પથ્થરમારામાં ચારથી પાંચ પોલીસ અધિકારીઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે.
પ્રતીકાત્મક તસવીર
રાજધાની દિલ્હીમાં ગઇ મોડી રાત્રે મોટી કાર્યવાહી (Delhi Demolition Drive) કરવામાં આવી હતી. દિલ્હીની ફૈઝ-એ-ઇલાહી મસ્જિદ પાસેની જમીન પરથી ગેરકાયદે અતિક્રમણ હટાવવામાં આવ્યું હતું. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઈ મોડી રાત્રે આ કાર્યવાહી કરાઇ. રામલીલા મેદાન પાસે તુર્કમાન ગૅટ પાસે ફૈઝ-એ-ઇલાહી મસ્જિદ આવેલી છે. આ મસ્જિદના નજીક જે અતિક્રમણ કરાયું હતું તેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યા હતા. આ કાર્યવાહી માટે આશરે સત્તર બુલડોઝર લવાયા હતા. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે જ્યારે આ ઑપરેશન ચલાવવામાં આવ્યું તે દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુસર મોટી સંખ્યામાં પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી હતી. જ્યારે આ કાર્યવાહી ચાલી રહી હતી તે સમયે સ્થાનિકોએ પણ સખત વિરોધ કર્યો હતો પરંતુ પોલીસે પરિસ્થિતિ (Delhi Demolition Drive)ને નિયંત્રણમાં લીધી હતી. અહેવાલો મળી રહ્યા છે કે વિક્ષેપ પાડવા માટે આવેલા લોકોએ બેરિકેડ તોડીને અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ટીયર ગેસના છોડીને તેમને ત્યાંથી દૂર કર્યા હતા. જોકે, એવી પણ માહિતી મળી છે કે પથ્થરમારામાં ચારથી પાંચ પોલીસ અધિકારીઓને સામાન્ય ઈજાઓ પહોંચી છે.
ADVERTISEMENT
શું શું તોડી પાડવામાં આવ્યું?
ગેરકાયદે બાંધકામો (Delhi Demolition Drive)માં ફૂટપાથ, કોમ્યુનિટી હૉલ, પાર્કિંગ એરિયા અને પ્રાઇવેટ ડાયગનૉસ્ટિક સેન્ટરનો સમાવેશ થાય છે. પોલીસ કમિશનર મધુર વર્મા જણાવે છે કે કેટલાક લોકોએ પથ્થરમારો કરીને પોલીસની કાર્યવાહીમાં ભંગ પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ પરિસ્થિતિને તાત્કાલિક સાચવી લેવામાં આવી હતી. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે ફૈઝ-એ-ઇલાહી મસ્જિદની પાસે જે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી તે સમયે જે પથ્થરમારો કરાયો હતો તેના આરોપીઓની ઓળખ કરાઇ છે. પોલીસે તે વિસ્તારમાં સીસીટીવી કેમેરા પણ ગોઠવ્યા હતા. ફૂટેજની મદદથી આરોપીઓને ઓળખી લેવાયા છે. ટૂંક જ સમયમાં પોલીસ દ્વારા આરોપીઓ વિરૃદ્ધ ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ દાખલ કરવામાં આવશે.
હાઇકોર્ટનો આદેશ આવ્યા બાદ આ કાર્યવાહી કરાઇ
ડિમોલિશન (Delhi Demolition Drive)નો આ નિર્ણય હાઈકોર્ટની ડિવિઝન બેન્ચના ૧૨મી નવેમ્બરે આવેલાં આદેશ બાદ લેવાયો હતો. જેમાં સિવિક બોડી અને પીડબ્લ્યુડીને ૩૮,૯૪૦ ચોરસ ફૂટ જમીન પરથી ગેરકાયદે બાંધકામો દૂર કરવા ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. ઓક્ટોબરમાં એક સર્વે પણ કરાયો હતો. જેમાં આ જમીન પર અતિક્રમણ કરવામાં આવ્યું હોવાનું જણાઈ આવ્યું હતું. ચોથી જાન્યુઆરીના રોજ આ વિસ્તારની મુલાકાત પણ અધિકારીઓએ લીધી હતી. પરંતુ સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. એમસીડીના આદેશને રદ કરવાની માંગ કરતાં મસ્જિદ સૈયદ ઇલાહી મેનેજિંગ કમિટીએ કહ્યું હતું કે આ મિલકત માટે તેઓ વક્ફ બોર્ડને ભાડું પે કરી જ રહ્યા છે. વળી, અરજીમાં કહ્યું કે આ જમીન વક્ફ એક્ટમાં આવતી વક્ફ પ્રોપર્ટી છે.


