Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારતનાં ૧૦ રાજ્યોમાં રાજ્યસભાની કુલ ૨૭ બેઠકોની ચૂંટણીની થઈ જાહેરાત

ભારતનાં ૧૦ રાજ્યોમાં રાજ્યસભાની કુલ ૨૭ બેઠકોની ચૂંટણીની થઈ જાહેરાત

Published : 02 June, 2026 07:29 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નામાંકન ૮ જૂન સુધીમાં ભરી દેવાનું રહેશે અને ૧૮ જૂને મતદાન અને મતગણતરી થશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ચૂંટણીપંચે ગઈ કાલે ભારતનાં ૧૦ રાજ્યોમાં રાજ્યસભાની કુલ ૨૭ બેઠકો પર ચૂંટણીની જાહેરાત કરી હતી. આ બેઠકોમાંથી ૨૪ બેઠકો પર સભ્યોનો કાર્યકાળ પૂરો થવાથી ચૂંટણી થશે અને ૩ બેઠક પર ઉપચૂંટણી થવાની છે. ચૂંટણીપંચે બહાર પાડેલા શેડ્યુલ મુજબ આંધ્ર પ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં ૪-૪ બેઠકો માટે, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ૩-૩ બેઠકો માટે, ઝારખંડમાં બે બેઠકો માટે અને મણિપુર, મેઘાલય, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશમાં ૧-૧ બેઠક માટે ચૂંટણી થશે. રાજ્યસભાની બેઠકો પર મહારાષ્ટ્ર, તામિલનાડુ અને ઓડિશામાં ૧-૧ બેઠક પર ઉપચૂંટણી પણ થશે. 
ગઈ કાલે પહેલી જૂનથી આ બેઠકો માટે ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થઈ ગઈ હતી જે ૮ જૂન સુધી ચાલશે. ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ ૧૧ જૂન છે. ૧૮ જૂને સવારે ૮ વાગ્યાથી ૪ વાગ્યા સુધી તમામ બેઠકો પર મતદાન થશે અને સાંજે પાંચ વાગ્યે મતગણતરી થશે.  

‍આ ચૂંટણી માત્ર રાજ્યસભાની ખાલી સીટો ભરવા સુધી જ મહત્ત્વની નથી, પરંતુ આવનારી વિધાનસભાની ચૂંટણીઓ અને રાજનીતિક સમીકરણોના દૃષ્ટિકોણથી પણ ખૂબ મહત્ત્વની મનાય છે. BJP દરેક રાજ્યમાં સામાજિક અને ક્ષેત્રીય સંતુલન બનાવવાની રણનીતિ પર કામ કરી રહી છે. 



૩ રાજ્યોમાં રાજ્ય વિધાન પરિષદની ૧૭ બેઠકો પર પણ ચૂંટણી


બિહાર અને કર્ણાટકમાં રાજ્ય વિધાન પરિષદની બેઠકો માટે પણ ૧૮ જૂને જ મતદાન અને મતગણતરી થશે. બિહારમાં ૧૦ અને કર્ણાટકમાં ૭ બેઠકો પર રાજ્ય વિધાન પરિષદની ચૂંટણી થશે.  


Whatsapp-channel Whatsapp-channel

02 June, 2026 07:29 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK