બહેને આક્રંદ કરતાં મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈનીને કહ્યું, જિન આતંકીઓને મેરે ભાઈ કી જાન લી હૈ, મુઝે ઉનકા સિર ચાહિએ. ઉનકી સઝા હી હમેં સુકૂન દેગી
નેવીના લેફ્ટનન્ટ વિનય નરવાલને બહેન અને પિતાએ આપ્યો મુખાગ્નિ
પહલગામમાં થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનાર ૨૬ વર્ષના લેફ્ટનન્ટ વિનય નરવાલના ગઈ કાલે હરિયાણાના અંતિમ સંસ્કાર થયા હતા. વિનયની નાની બહેન સૃષ્ટિ નરવાલે પિતાની સાથે મળીને ભાઈને મુખાગ્નિ આપ્યો હતો. જોકે અંતિમ વિદાયની આ ઘડીએ તે ભાંગી પડી હતી. પરિવારને સાંત્વન આપવા આવેલા મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈની સામે ચોધાર આંસુએ રડી પડી હતી અને આક્રોશ ઠાલવતાં વિનંતી કરી હતી કે ‘આઇ વૉન્ટ ધેમ ટુ બી ડેડ. જિસને મેરે ભાઈ કો મારા, મુઝે ઉસકા સિર ચાહિએ.’
ADVERTISEMENT
એના જવાબમાં મુખ્ય પ્રધાને પણ ભરોસો આપ્યો હતો કે ‘વો મરેગા, જિસને મારા, ન્યાય ઝરૂર મિલેગા.’

