દિલ્હીમાં કારમાં બૉમ્બબ્લાસ્ટ થયા પછી સતર્ક રાજસ્થાન પોલીસે મોટી માત્રામાં વિસ્ફોટકો જપ્ત કર્યા છે
પોલીસનો દાવો છે કે એટલો મોટો જથ્થો છે કે જો એનાથી બ્લાસ્ટ કરવામાં આવે તો ૧૦ કિલોમીટર સુધીનો વિસ્તાર તબાહ થઈ જાય.
દિલ્હીમાં કારમાં બૉમ્બબ્લાસ્ટ થયા પછી સતર્ક રાજસ્થાન પોલીસે મોટી માત્રામાં વિસ્ફોટકો જપ્ત કર્યા છે. નાથદ્વારા થાણા પોલીસે એક પિકઅપ ટેમ્પો પકડી પાડ્યો હતો. એમાં એટલી મોટી માત્રામાં વિસ્ફોટકો હતા જે ખરેખર બ્લાસ્ટ થાય તો આસપાસના લગભગ ૧૦ કિલોમીટરના વિસ્તારને તહસનહસ કરી નાખી શકે એટલા શક્તિશાળી હતા. આ વિસ્ફોટકો આમેટથી નાથદ્વારા તરફ જતી ટ્રકમાં હતા અને નાથદ્વારા મંદિરથી જસ્ટ ૪ કિલોમીટર દૂરથી ટેમ્પો પકડાયો હતો. પોલીસના કહેવા મુજબ અત્યારે વિસ્ફોટકોની તપાસ ચાલી રહી છે. એ ક્યાંથી વાહનમાં લોડ કરવામાં આવ્યા અને કોને ડિલિવર કરવાના હતા એની તપાસ પણ થશે. પોલીસનો દાવો છે કે એટલો મોટો જથ્થો છે કે જો એનાથી બ્લાસ્ટ કરવામાં આવે તો ૧૦ કિલોમીટર સુધીનો વિસ્તાર તબાહ થઈ જાય.


