Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સાસારામ રેલવે-સ્ટેશન પર પટના ફાસ્ટ પૅસેન્જર ટ્રેનમાં આગ: આખો ડબ્બો બળીને ખાખ, કોઈ પ્રવાસીને ઈજા નહીં

સાસારામ રેલવે-સ્ટેશન પર પટના ફાસ્ટ પૅસેન્જર ટ્રેનમાં આગ: આખો ડબ્બો બળીને ખાખ, કોઈ પ્રવાસીને ઈજા નહીં

Published : 19 May, 2026 02:25 PM | IST | Patna
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંભવતઃ શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગની ઘટનામાં તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

બળી રહેલો કોચ

બળી રહેલો કોચ


મધ્ય પ્રદેશમાં રવિવારે રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં આગની ઘટના બાદ ગઈ કાલે સવારે બિહારના સાસારામમાં રેલવે-પ્લૅટફૉર્મ પર ઊભી રહેલી પટના ફાસ્ટ પૅસેન્જરના એક ડબ્બામાં આગ ફાટી નીકળી હતી અને એક ડબ્બો બળીને ખાખ થયો હતો. સદ્નસીબે કોઈ પ્રવાસીને ઈજા થઈ નહોતી. આ ઘટના પ્લૅટફૉર્મ-નંબર ૬ પર બની હતી. સાસારામ-પટના ફાસ્ટ પૅસેન્જર પ્લૅટફૉર્મ પર ઊભી હતી ત્યારે સવારે ૫.૩૦ વાગ્યે એક ડબ્બામાંથી ધુમાડો દેખાવાનો શરૂ થયો હતો. આના પગલે પૅસેન્જરોમાં અફરાતફરી મચી ગઈ હતી. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને પ્રવાસીઓએ ઝડપથી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ફાયર-બ્રિગેડે આવીને ૬.૦૫ વાગ્યા સુધીમાં આગને કાબૂમાં લીધી હતી. સંભવતઃ શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગની ઘટનામાં તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2026 02:25 PM IST | Patna | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK