Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતનાં અનેક રાજ્યોમાં ભારે વરસાદથી જળપ્રલયની સ્થિતિ

ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતનાં અનેક રાજ્યોમાં ભારે વરસાદથી જળપ્રલયની સ્થિતિ

Published : 04 September, 2026 03:01 PM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મધ્ય પ્રદેશમાં રેડ અલર્ટ : નર્મદાપુરમ અને છિંદવાડામાં અતિ ભારે વરસાદનું રેડ અલર્ટ આપવામાં આવ્યું છે.

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ઉત્તર પ્રદેશમાં હાહાકાર : રાજ્યના ૨૩ જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે અને ૧૬ હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પડ્યા છે. કાશીમાં ગંગા અને વરુણા નદીનાં પાણી ઘરોમાં ઘૂસી જતાં ૪૦૭ પરિવારોએ ઘર છોડ્યાં હતાં. મણિકર્ણિકા ઘાટ ડૂબી જતાં છત પર અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે. 

બિહારમાં પૂરનો કેર : બિહારમાં ૮ નદીઓ તોફાની બની છે અને ૧૩ જિલ્લાઓ પૂરના કારણે અસરગ્રસ્ત થયા છે. પટનામાં ગંગા નદી ભયજનક સપાટીથી બે ફુટ ઉપર વહી રહી છે. 
ઓડિશામાં જળબંબાકાર: ઉત્તર ઓડિશામાં સુવર્ણરેખા નદીમાં જળસ્તર વધતાં ૩૭૩ ગામડાંઓમાં પૂરનાં પાણી ફરી વળ્યાં હતાં અને પ્રશાસને લોકોને તાત્કાલિક રાહત-શિબિરોમાં ખસેડ્યા હતા. 



હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન: બુધવાર રાતના ભારે વરસાદ બાદ ઠેરઠેર ભૂસ્ખલન થવાથી ૧૭૫થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા હતા. કાલકા-શિમલા ફોરલેન પર કાટમાળ પડતાં આખી રાત અનેક વાહનો ફસાયેલાં રહ્યાં હતાં.


મધ્ય પ્રદેશમાં રેડ અલર્ટ : નર્મદાપુરમ અને છિંદવાડામાં અતિ ભારે વરસાદનું રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પંજાબ અને રાજસ્થાનમાં પણ આગામી દિવસોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2026 03:01 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK