IndiGo પ્લેન લેન્ડિંગ થઈ ગયા બાદ તે પાર્કિંગ બૅ તરફ જઈ રહ્યું હતું ત્યારે રનવે પાસે આવેલા પાર્કિંગ પોલ સાથે ભટકાયું હતું. પાર્કિગ પોલ સાથે અથડવાને લીધે વિમાનના આગળના ભાગને મામૂલી નુકસાન થયું હતું
ફાઇલ તસવીર
ઇન્ડિગો (IndiGo) એરલાઇન્સના એક પ્લેન સાથે મોટી દુર્ઘટના થતાં થતાં રહી ગઈ છે. શ્રીનગરના શેખ અલ-આલમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારે ઇન્ડિગો એરલાઇન્સના વિમાનનું લેન્ડિંગ થયું હતું. લેન્ડિંગ થઈ ગયા બાદ તે પાર્કિંગ બૅ તરફ જઈ રહ્યું હતું ત્યારે રનવે પાસે આવેલા પાર્કિંગ પોલ સાથે ભટકાયું હતું. પાર્કિગ પોલ સાથે અથડવાને લીધે વિમાનના આગળના ભાગને મામૂલી નુકસાન થયું હતું. પરંતુ રિપોર્ટ્સ પ્રમાણે આ માઇનર એક્સિડન્ટમાં ફ્લાઇટમાં સવાર તમામ પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સને કોઈ ઇન્જરી થઈ નથી. તમામ લોકો સેફ હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર બનાવ અંગે જે માહિતી મળી રહી છે તે અનુસાર આજે સવારે ૯:૦૨ વાગ્યાની આસપાસ નવી મુંબઈથી શ્રીનગર પહોંચેલું ઇન્ડિગો (IndiGoનું પ્લેન`6E 225` (VT-NOG) એરપોર્ટના `બૅ નંબર ૦૬`ની દિશામાં પાર્ક થવા માટે આગળ વધી રહ્યું હતું તે દરમિયાન વિઝ્યુઅલ ડોકિંગ ગાઇડન્સ સિસ્ટમ (VDGS)ના મેટલ પોલ સાથે ભટકાઈ ગયું હતું. તમને જણાવી દઈએ કે આ પોલ પર લેઝર અને કેમેરા સેન્સર્સ ફિટ કરવામાં આવ્યાં હોય છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે લે બ્રેકિંગ સિસ્ટમમાં ફોલ્ટ થવાને લીધે વિમાન પોલ સાથે અથડયું હતું. આ બીનાનો વિડીયો પણ વાઇરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે વિમાન અથડવાને લીધે મેટલ પોલ એક તરફ નમી પડેલો છે.
ADVERTISEMENT
જોકે, વિમાન (IndiGo) સાથે આ માઇનર એક્સિડન્ટ થયો છે તેવી જાણ થતાં જ એરપોર્ટ ઓથોરિટીએ તાબડતોબ કામગીરી હાથ ધરી હતી. સૌથી પહેલાં તો પ્લેનમાંથી એકોએક પેસેન્જરને તેમ જ ક્રૂ મેમ્બર્સને મેન્યુઅલ સીડી દ્વારા સેફલી બહાર લાવવામાં આવ્યા હતા. સદનસીબે કોઈને પણ ઇન્જરી થઈ નથી.
ઇન્ડિગો (IndiGo) એરલાઇન્સ જણાવે છે કે, "અમારા માટે હંમેશાં કસ્ટમર્સ અને સ્ટાફની સુરક્ષા સર્વોપરી રહી છે. પ્રોટોકોલ પ્રમાણે સંબંધિત સત્તામંડળોને તાત્કાલિક જાણ કરવામાં આવી છે અને આ મામલે તપાસ પણ આરંભી દેવાઈ છે. બધી તપાસ બાદ મંજૂરી આપવામાં આવશે, અને પછી જ આ પ્લેનને ફરીથી યુઝ કરાશે" નાગરીક ઉડ્ડયન સત્તામંડળ દ્વારા આ મામલે સઘન તપાસ કરવામાં આવી રહી છે. એરપોર્ટ પ્રશાસને પણ સ્પષ્ટતા કરી છે કે આ ઘટના બની હોવા છતાં શ્રીનગર એરપોર્ટ પર બીજી બધી ફ્લાઇટ્સનું ટેક-ઓફ અને લેન્ડિંગને કોઈ અસર થઈ નથી.
બીજું કે હમણાં જ દોહાથી બેંગલુરુ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ `6E 1302`ના મેઇન પાઈલટની તબિયત એકાએક લથડી ગઈ હતી. આ કારણોસર વિમાનનું મસ્કત ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ બાદ પાઈલટને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને મુસાફરોની સુવિધા માટે અન્ય વિમાનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
