શ્રીનગરમાં માઇનસ ૨.૬ અને સોનમર્ગમાં માઇનસ ૫.૮ ડિગ્રી ઠંડી, ઉત્તર પ્રદેશમાં વહેલી સવારે લગભગ ઝીરો વિઝિબિલિટી, ૩૦ ડિસેમ્બર સુધી હજી વધુ ઠંડી અને બરફવર્ષા થશે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
શનિવારે ઉત્તર પ્રદેશનાં ૬૮ શહેરોમાં શીતળ લહેરને કારણે યલો અલર્ટ જાહેર કરવામાં આવી હતી. આ દરમ્યાન ધુમ્મસ એટલું છવાઈ ગયું કે અનેક શહેરી વિસ્તારોમાં વિઝિબિલિટી લગભગ શૂન્ય થઈ ગઈ હતી. અયોધ્યા-સીતાપુર સહિત ૨૩ જિલ્લાઓમાં આ સીઝનની પહેલી વાર ઠંડીની રેડ અલર્ટ જાહેર થઈ છે.
ઉત્તરાખંડના ૬ જિલ્લાઓમાં યલો અલર્ટ જાહેર થઈ છે અને ૩૦ ડિસેમ્બર સુધી આઠમા ધોરણ સુધીની સ્કૂલો બંધ જાહેર કરવામાં આવી છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને બિહારનાં અનેક શહેરોમાં તાપમાન ૯ ડિગ્રીથી ઓછું નોંધાયું હતું. ધુમ્મસને કારણે ૧૫૦ ટ્રેનો લેટ થઈ હતી.
ADVERTISEMENT
કાશ્મીરમાં માઇનસ તાપમાનને કારણે ઠેર-ઠેર બરફ જામવા લાગ્યો છે. શ્રીનગરમાં માઇનસ ૨.૬ ડિગ્રી અને ગુલમર્ગ-સોનમર્ગમાં માઇનસ ૫.૮ ડિગ્રી ઠંડી હતી.


