વિદેશી ટૂરિસ્ટો ભારતની જાણીતી જગ્યાઓ પર કેમ નથી જતા અને શાંત વિસ્તારોમાં જ કેમ જાય છે એ આવી ઘટનાઓથી સાફ થાય છે.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
હિમાચલ પ્રદેશના બરફથી આચ્છાદિત લાહુલ-સ્પીતિનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે. ક્લિપમાં યુવાન ટૂરિસ્ટોનું એક ગ્રુપ થીજાવી દે એવી ઠંડીમાં રોડની વચ્ચે શર્ટ કાઢીને મોટેથી મ્યુઝિક વગાડીને ડાન્સ કરતું નજરે પડે છે. એમાંથી કેટલાકના હાથમાં દારૂની બૉટલો અને હુક્કા પણ પકડેલા દેખાય છે. ખૂબ જ ઠંડીમાં કપડાં કાઢીને છાકટા થઈને નાચતા અને માદક દ્રવ્યોનું સેવન કરતા સહેલાણીઓને કારણે જ ટૂરિસ્ટ-પ્લેસ પર લોકોની સુરક્ષા, સભ્યતા અને કાનૂન-વ્યવસ્થા જોખમાય છે એને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સોશ્યલ મીડિયા પર એક જણે લખ્યું હતું કે વિદેશી ટૂરિસ્ટો ભારતની જાણીતી જગ્યાઓ પર કેમ નથી જતા અને શાંત વિસ્તારોમાં જ કેમ જાય છે એ આવી ઘટનાઓથી સાફ થાય છે.


