Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તૃણમૂલ કૉન્ગ્રેસની ઑફિસ પાસેની જમીનમાં દાટેલા મળ્યા કરોડો રૂપિયા

તૃણમૂલ કૉન્ગ્રેસની ઑફિસ પાસેની જમીનમાં દાટેલા મળ્યા કરોડો રૂપિયા

Published : 29 May, 2026 12:39 PM | IST | West Bengal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ખોદકામ દરમ્યાન નીકળી રોકડથી છલોછલ ૪ બૅગ, રકમ કરોડો રૂપિયામાં હોવાનું પોલીસનું અનુમાન

તૃણમૂલ કૉન્ગ્રેસની ઑફિસ નજીકની જમીનમાં દાટેલી ચલણી નોટો ભરેલી બોરીઓ લઈ જઈ રહેલા પોલીસ અધિકારીઓ.

તૃણમૂલ કૉન્ગ્રેસની ઑફિસ નજીકની જમીનમાં દાટેલી ચલણી નોટો ભરેલી બોરીઓ લઈ જઈ રહેલા પોલીસ અધિકારીઓ.


પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ અધિકારી મુખ્ય પ્રધાન બન્યા પછી તૃણમૂલ કૉન્ગ્રેસનાં કાળાં કામો પર જબરદસ્ત ઍક્શન લેવાઈ રહી છે. અપરાધીઓને પકડીને ગંજી-ચડ્ડીમાં ગામમાં ફેરવવા ઉપરાંત કાળાં નાણાંના ખજાના પર પણ ઍક્શન શરૂ થઈ ગઈ છે. બંગાળમાં પોલીસને મળેલી એક ગુપ્ત સૂચના પર ઍક્શન લેતાં બદુરિયા નગરપાલિકાની તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)ની ઑફિસની પાસેથી મોટી માત્રામાં ચલણી નોટોની બૅગો ભરેલી મળી હતી. અહીંથી મળેલી કૅશ કરોડો રૂપિયામાં હોઈ શકે છે.

આ કાર્યવાહી સરકારી રાહતસામગ્રી અને ગેરકાનૂની સંપત્તિઓ સાથે સંકળાયેલી અનિયમિતતાઓના સંદર્ભમાં ચાલી રહેલી તલાશીના ભાગરૂપે થઈ હતી. બદુરિયા નગરપાલિકાના અધ્યક્ષ દીપાંકર ભટ્ટાચાર્યની અટકાયત પછી પોલીસે આ કૅશ જપ્ત કરી હતી. પોલીસ અધિકારીઓને ૪ બોરીમાં ભરેલાં ૫૦૦ રૂપિયાની ચલણી નોટોનાં બંડલ મળી આવ્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

29 May, 2026 12:39 PM IST | West Bengal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK