Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નવરાત્રિથી દિવાળી સુધી ૭ લાખ કરોડનો રેકૉર્ડબ્રેક વેપાર થવાનો અંદાજ

નવરાત્રિથી દિવાળી સુધી ૭ લાખ કરોડનો રેકૉર્ડબ્રેક વેપાર થવાનો અંદાજ

Published : 05 November, 2026 07:23 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૭૦ શહેરોનાં મૂલ્યાંકન બાદ CAITનો દાવો : ગયા વર્ષ કરતાં ૧૫થી ૧૮ ટકાનો ઉછાળો, એકલા દિલ્હીમાં જ એક લાખ કરોડ રૂપિયાના કારોબારની શક્યતા

ગઈ કાલે દિલ્હીમાં લાજપત નગર સેન્ટ્રલ માર્કેટમાં ઊમટેલી શૉપિંગ કરનારા લોકોની ભીડ.

ગઈ કાલે દિલ્હીમાં લાજપત નગર સેન્ટ્રલ માર્કેટમાં ઊમટેલી શૉપિંગ કરનારા લોકોની ભીડ.


દિવાળીનો તહેવાર ભારતીય અર્થતંત્રના વિકાસ માટે એક શક્તિશાળી એન્જિન સાબિત થઈ રહ્યો છે. દેશનાં ૭૦ શહેરોમાં કરવામાં આવેલા આકલન અનુસાર ૨૦૨૬માં નવરાત્રિથી લઈને દિવાળી સુધીના તહેવારોના ગાળામાં વેપાર ૭ લાખ કરોડ રૂપિયાનો આંકડો વટાવી જવાનો અંદાજ છે. આ આંકડો ગયા વર્ષના ૬.૦૫ લાખ કરોડ રૂપિયાના વેપાર સામે ૧૫થી ૧૮ ટકાનો નોંધપાત્ર ઉછાળો દર્શાવે છે. એકલા દિલ્હીમાં જ આ તહેવારો દરમ્યાન અંદાજે ૧ લાખ કરોડ રૂપિયાનો વેપાર થવાની ધારણા છે.

કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના સેક્રેટરી જનરલ અને ચાંદની ચૌકના સંસદસભ્ય પ્રવીણ ખંડેલવાલે આ વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે રીટેલ, જ્વેલરી, ઇલેક્ટ્રૉનિક્સ, કાપડ, લૉજિસ્ટિક્સ અને હૉસ્પિટલિટી ક્ષેત્રે આવેલી આ તેજી લાખો લોકો માટે રોજગારી અને નવી તકો ઊભી કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે દેશના ૯ કરોડથી વધુ વેપારીઓ આ તહેવારી આર્થિક ગતિવિધિનું મુખ્ય કેન્દ્રબિંદુ છે. તહેવારોની આ મોસમમાં ‘વોકલ ફૉર લોકલ’, ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને અપનાવીને ભારતીય ઉદ્યોગ-સાહસિકતાને પ્રોત્સાહન આપવા વિશે તેમણે આહ્‍‍વાન કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2026 07:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK