Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારતીય નૌકાદળનો લાન્સ નાયક નીકળ્યો ISIનો એજન્ટ, ભારતીય યુદ્ધજહાજોની તસવીરો મોકલી

ભારતીય નૌકાદળનો લાન્સ નાયક નીકળ્યો ISIનો એજન્ટ, ભારતીય યુદ્ધજહાજોની તસવીરો મોકલી

Published : 12 March, 2026 02:41 PM | IST | Kochi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બાબતની તપાસ કર્યા પછી ATSએ તેની ઓળખ જાહેર કરી હતી. તેના બૅન્ક-ખાતામાં ISI એજન્ટની સાથે મોટી રકમની લેવડદેવડ કરવામાં આવી હતી

લાન્સ નાયક

લાન્સ નાયક


ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)એ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) માટે જાસૂસી કરતા નૌકાદળના લાન્સ નાયકની ધરપકડ કરી છે. આરોપી ૨૪ વર્ષનો લાન્સ નાયક આદર્શકુમાર ઉર્ફે લકી (બલબીર સિંહનો પુત્ર) આગરાના કાગારોલ પોલીસ-સ્ટેશન વિસ્તારના ચીતપુર ગામનો રહેવાસી હતો. તે હાલમાં કોચીમાં ભારતીય નૌકાદળના દક્ષિણ નૌકાદળ કમાન્ડમાં પોસ્ટેડ હતો. તે લાંબા સમયથી ISI માટે ભારતની જાસૂસી કરી રહ્યો હતો. ATSને તાજેતરમાં માહિતી મળી હતી કે આરોપી લાન્સ નાયક ભારતથી ISIને ગુપ્ત માહિતી પૂરી પાડી રહ્યો છે. તેણે ISIમાં તેના હૅન્ડલરને નૌકાદળની વિવિધ માહિતી પણ આપી હતી.

આ બાબતની તપાસ કર્યા પછી ATSએ તેની ઓળખ જાહેર કરી હતી. તેના બૅન્ક-ખાતામાં ISI એજન્ટની સાથે મોટી રકમની લેવડદેવડ કરવામાં આવી હતી. તેણે ISIને યુદ્ધજહાજોના ફોટોગ્રાફ્સ પણ મોકલ્યા હતા. ATSએ તેને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અને ISIને ગુપ્ત માહિતી પૂરી પાડવા અંગે પૂછપરછ કરી ત્યારે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. પરિણામે ATSએ તેની ધરપકડ કરીને મંગળવારે કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

12 March, 2026 02:41 PM IST | Kochi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK