Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઑનલાઇન ટિકિટ-બુકિંગમાં ૩ કરોડથી વધુ શંકાસ્પદ યુઝર ID બ્લૉક કરવામાં આવ્યાં

ઑનલાઇન ટિકિટ-બુકિંગમાં ૩ કરોડથી વધુ શંકાસ્પદ યુઝર ID બ્લૉક કરવામાં આવ્યાં

Published : 14 September, 2026 09:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઇબર સિક્યૉરિટી અને ફ્રૉડ અટકાવવા IRCTCની કાર્યવાહી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC) દ્વારા સામાન્ય મુસાફરોને સરળતાથી ટિકિટ મળી રહે અને સિસ્ટમનો દુરુપયોગ અટકાવી શકાય એ માટે સાઇબર સિક્યોરિટી અને ફ્રૉડવિરોધી ઝુંબેશને સઘન બનાવવામાં આવી છે. આ પગલા હેઠળ સંસ્થાએ ૨૦૨૫ દરમ્યાન ૩.૦૩ કરોડ જેટલાં શંકાસ્પદ યુઝર ID ડીઍક્ટિવેટ કર્યાં છે. આ કડક કાર્યવાહી વચ્ચે પણ ડિજિટલ બુકિંગમાં મોટો ઉછાળો નોંધાયો છે અને નાગરિકોની રેલવે રિઝર્વેશન માટેની ઑનલાઇન નિર્ભરતા વધી છે.

૪.૧૮ લાખ શંકાસ્પદ પૅસેન્જર નેમ રેકૉર્ડ (PNR) સંબંધિત ૫૦૧ ફરિયાદો નૅશનલ સાઇબર ક્રાઇમ પોર્ટલ પર નોંધાવવામાં આવી છે. બોગસ ડિજિટલ ઓળખ અટકાવવા માટે ૬.૦૫ કરોડ શંકાસ્પદ યુઝર IDને ફરીથી ચકાસણી હેઠળ મૂકવામાં આવ્યાં છે. આ ઉપરાંત ગેરકાયદે બુકિંગ રોકવા માટે ૧૩,૩૪૩ શંકાસ્પદ ઈ-મેઇલ ડોમૅનને પણ બ્લૉક કરવામાં આવ્યાં છે.



 સત્તાવાર આંકડા અનુસાર 
૨૦૨૫-’૨૬ દરમ્યાન IRCTC મારફત પ્રતિદિન સરેરાશ ૧૪.૫૩ લાખ ટિકિટો બુક થઈ હતી, જે ૨૦૨૪-’૨૫માં નોંધાયેલા દૈનિક સરેરાશ ૧૩.૮૮ લાખ ટિકિટ-બુકિંગ કરતાં નોંધપાત્ર વધારો દર્શાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2026 09:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK