Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બોરીવલીની રેસ્ટોરાંમાં ફૂડમાંથી નીકળ્યો કૉક્રૉચ

બોરીવલીની રેસ્ટોરાંમાં ફૂડમાંથી નીકળ્યો કૉક્રૉચ

Published : 13 September, 2026 01:18 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે આ મામલે હજી સુધી FDAને કે અન્ય સંબંધિત એજન્સીને સત્તાવાર રીતે ફરિયાદ કરવામાં આવી હોવાની જાણ નથી

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેએ મુંબઈ સહિત આખા રાજ્યમાં સપાટો બોલાવ્યો હોવા છતાં સ્વચ્છતા અને ફૂડ-સેફ્ટીના નિયમોના પાલન બદલ અમુક રેસ્ટોરાં-હોટેલો અને ફૂડ-જૉઇન્ટ્સ ઉદાસીનતા બતાવી રહ્યાં છે. આવો જ કિસ્સો બોરીવલી-ઈસ્ટની સુસ્વાગત હોટેલ ઍન્ડ રેસ્ટોરાંમાં બન્યો છે. અહીં એક કસ્ટમરે તેના ભોજનમાંથી મરેલો કૉક્રૉચ મળી આવ્યો હોવાનો આરોપ મૂક્યો છે અને એનો વિડિયો સોશ્યલ મીડિયા પર પણ મૂક્યો છે જે ખૂબ વાઇરલ થયો છે. જોકે આ મામલે હજી સુધી FDAને કે અન્ય સંબંધિત એજન્સીને સત્તાવાર રીતે ફરિયાદ કરવામાં આવી હોવાની જાણ નથી. આટલી સખ્તાઈ હોવા છતાં પણ સુધારો જોવા નથી મળી રહ્યો એ આશ્ચર્યની વાત છે.


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2026 01:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK