કૉન્ટ્રૅક્ટરે રેશમને બદલે પૉલિએસ્ટરના દુપટ્ટા પધરાવી દીધા
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)માં એક નવું કૌભાંડ સામે આવ્યું છે. અધિકારીઓએ ૧૦ વર્ષના સમયગાળા દરમ્યાન રેશમના દુપટ્ટાની ખરીદીમાં મોટા પાયે ગેરરીતિઓ શોધી કાઢી છે. આ કથિત છેતરપિંડી ૫૪ કરોડ રૂપિયાથી વધુની છે.
ભેળસેળયુક્ત લાડુ-વિવાદ અને દાનની રકમની ચોરીના વિવાદ બાદ અધિકારીઓએ શોધી કાઢ્યું હતું કે ૧૦૦ ટકા પૉલિએસ્ટર-સિલ્ક મિશ્રણ તરીકે બિલ આપવામાં આવ્યું હોવા છતાં નકલી રેશમના દુપટ્ટા પૂરા પાડવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર એક કૉન્ટ્રૅક્ટરે લગભગ ૧૫,૦૦૦ દુપટ્ટા ૧૩૮૯ રૂપિયા પ્રતિ નંગના ભાવે પૂરા પાડ્યા હતા અને દાવો કર્યો હતો કે એ રેશમના છે. સેન્ટ્રલ સિલ્ક બોર્ડ સહિત બે પ્રયોગશાળાઓમાં પરીક્ષણ માટે મોકલવામાં આવેલા નમૂનાઓમાં પુષ્ટિ મળી હતી કે દુપટ્ટા રેશમના નહીં પણ પૉલિએસ્ટરના બનેલા હતા.


