કૈસી રહી હૈ કંગના કી જવાની, કૈસે રહે હૈં ઉસકે કારનામે એવા સવાલ કરનારા બાબા રામદેવ પર કંગના રનૌતનો જબરો પલટવાર
બાબા રામદેવ, કંગના રનૌત
ઍક્ટ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની સંસદસભ્ય કંગના રનૌત ઘણી વાર કોઈ ને કોઈ કારણસર વિવાદોમાં રહે છે. ગયા મહિને નવી પેઢીને ‘ગટર જનરેશન’ કહીને તે વિવાદમાં સપડાઈ હતી. યોગગુરુ બાબા રામદેવે આ નિવેદનને બગડેલા દિમાગની નિશાની ગણાવીને એની ટીકા કરી હતી. તેમણે એક ઇન્ટરવ્યુમાં કંગનાએ કેટલો અભ્યાસ કર્યો છે, તેનું બાળપણ કેવું રહ્યું છે, તેની યુવાની કેવી રહી છે અને ભૂતકાળમાં તેનાં કારનામાં કેવાં રહ્યાં છે એવા પ્રશ્નો પૂછ્યા હતા. હવે બાબા રામદેવના આ નિવેદનને લઈને કંગનાએ તેમને આડે હાથ લીધા છે અને જડબાતોડ જવાબ આપ્યો છે.
કંગનાએ સોશ્યલ મીડિયા પર લખ્યું, ‘બાબાજી, તમે મારી જવાની કે બેડરૂમ વિશે દિવસે સપનાં ન જુઓ. કોઈ પણ માત્ર અફવા અને ગૉસિપના આધારે જ અંદાજ લગાવી શકે છે. કમસે કમ ખોટા કે ફ્રૉડ મેડિકલ દાવાઓને કારણે મને ક્યારેય સુપ્રીમ કોર્ટે ફટકાર નથી લગાવી. આ તથ્યો પર આધારિત છે, ગૉસિપ પર નહીં. તેથી મને કૅરૅક્ટર વિશે જ્ઞાન ન આપો. તુમસે તો બહોત ઝ્યાદા બેહતર હૈ મેરા કૅરૅક્ટર, અહીં કોઈ ફ્રૉડ નથી થયો.’
