મહિલાએ વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયો વાયરલ થયો હતો, જેને ૨૦ લાખથી વધુ વ્યૂઝ મળ્યા હતા. વીડિયો રેકોર્ડ થયાના બે દિવસ પછી, દીપકના માતાપિતાને તેમના એકમાત્ર પુત્ર કોઝિકોડમાં તેમના ઘરે આપઘાત કર્યો હતો.
શિમજીતા મુસ્તફા અને દીપક યુ
કેરળની એક મુસ્લિમ મહિલા ઈન્ફ્લુએન્સરે બસમાં એક પુરુષ સામે જાતીય સતામણીનો આરોપ કરી વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર કર્યાની ઘટનામાં એક નવા અપડેટ આવ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ પુરુષે આત્મહત્યા કરી હોવાનું જાણ થતાં લોકોનો મુસ્લિમ મહિલા સામે ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને પુરુષને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર સામે કાર્યવાહીની માગણી કરવામાં આવી રહી હતી. આ મામલે હવે તે મુસ્લિમ મહિલાની ધરપકડ કરવામાં આવી છે. ૪૨ વર્ષીય સેલ્સ મેનેજર યુ દીપકના આત્મહત્યા કેસમાં મુખ્ય આરોપી શિમજીતા મુસ્તફાની બુધવારે વડકારામાં એક સંબંધીના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીને કોર્ટ રજૂ કરવામાં આવશે
ADVERTISEMENT
ઘણા દિવસની શોધખોળ અને દેશ છોડીને ભાગી ન જાય તે માટે પોલીસ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યા બાદ મુસ્લિમ મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તેને કોર્ટમાં રજૂ કરવા માટે સીધી કુન્નામંગલમ કોર્ટમાં લઈ જશે. શિમજીતા મુસ્તફા અને દીપક યુ ગયા અઠવાડિયે એક જ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. મુસ્તફાએ એક વીડિયો રેકોર્ડ કર્યો હતો જેમાં તેણે આરોપ કર્યો હતો કે દીપકે તેની જાતીય સતામણી કરી હતી. મહિલાએ વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયો વાયરલ થયો હતો, જેને ૨૦ લાખથી વધુ વ્યૂઝ મળ્યા હતા. વીડિયો રેકોર્ડ થયાના બે દિવસ પછી, દીપકના માતાપિતાને તેમના એકમાત્ર પુત્ર કોઝિકોડમાં તેમના ઘરે આપઘાત કર્યો હતો.
વીડિયો ડિલીટ પણ કરી દીધો
View this post on Instagram
પીડિત પુરુષના માતાપિતાએ કહ્યું કે 42 વર્ષીય દીકરો નિર્દોષ છે અને વીડિયો વાયરલ થયા પછી તેને ખૂબ જ અપમાનિત લાગ્યું હતું. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેણે બે દિવસથી કંઈ ખાધું નહોતું. વિવાદ વધતાં મુસ્તફાએ વીડિયો ડિલીટ કરી દીધો અને બાદમાં પોતાનો બચાવ કરતી બીજી ક્લિપ અપલોડ કરી. આ વીડિયોને પણ આગળ જતાં પ્રાઇવેટ કરવામાં આવ્યો હતો. જેથી હવે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિનો જીવ ન જે જાય તે માટે પગલાં લેવાની માગણી લોકો કરી રહ્યા છે.
તપાસનો આદેશ જાહેર કર્યો હતો
દરમિયાન, કેરળ રાજ્ય માનવ અધિકાર પંચે પણ આ મામલે તપાસનો આદેશ આપ્યો છે. કમિશને ઉત્તર ઝોનના ડીઆઈજીને એક અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. કમિશન 19 ફેબ્રુઆરીએ તેની બેઠકમાં આ બાબત પર વિચાર કરશે. આ કેસ અંગે રાજકીય વિવાદ પણ ફાટી નીકળ્યો છે. ભાજપના નેતા પી.એસ. શ્રીધરન પિલ્લઈએ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી અને તપાસમાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે દાવો કર્યો હતો કે વીડિયો બનાવનાર મહિલા એક રાજકીય પક્ષની સક્રિય કાર્યકર અને ભૂતપૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિ હતી. પિલ્લઈએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે કેરળમાં સોશિયલ મીડિયા દ્વારા આવા કેસોનો ઉપયોગ નાણાકીય લાભ અથવા દબાણ માટે થઈ રહ્યો છે.


