Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > PM મોદી અને CM નીતિશ કુમાર બન્યા બિહારના ‘ડિલિવરી બૉય’? લાલુ યાદવે ઉડાવી મજાક

PM મોદી અને CM નીતિશ કુમાર બન્યા બિહારના ‘ડિલિવરી બૉય’? લાલુ યાદવે ઉડાવી મજાક

Published : 03 July, 2025 06:55 PM | IST | Patna
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Lalu Yadav mocks PM Narendra Modi and Nitish Kumar: જેડીયુ કાર્યાલયે એક પોસ્ટર લગાવવામાં આવ્યું હતું જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન નીતિશ કુમાર બંને સાથે જોવા મળ્યા હતા. લાલુ પ્રસાદ યાદવે PM મોદી, CM કુમાર પર પ્રહાર કર્યા છે.

લાલુ પ્રસાદ યાદવે શૅર કરેલી તસવીર (સૌજન્ય: સોશિયલ મીડિયા)

લાલુ પ્રસાદ યાદવે શૅર કરેલી તસવીર (સૌજન્ય: સોશિયલ મીડિયા)


જેડીયુ કાર્યાલય અને અન્ય ઘણી જગ્યાએ એક પોસ્ટર લગાવવામાં આવ્યું હતું જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન નીતિશ કુમાર બંને સાથે જોવા મળ્યા હતા. બંને નેતાઓની તસવીર એકસાથે મૂકીને, એનડીએમાં કોઈ મતભેદ નથી તેવો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન, લાલુ પ્રસાદ યાદવે વડા પ્રધાન મોદી અને મુખ્ય પ્રધાન નીતિશ કુમાર પર પ્રહારો કર્યા છે.


ફ્રી ડિલિવરી કરનારા જુમલેબાજ હવે ખૂબ ફરશે: લાલુ યાદવ
રાષ્ટ્રીય જનતા દળ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે ઇન્સ્ટાગ્રામ પર પોતાની પોસ્ટમાં નીતિશ કુમાર અને મોદીનો ફોટો શૅર કર્યો છે અને લખ્યું છે કે, "ચૂંટણી દરમિયાન બિહારની શેરીઓમાં ખોટા વચનોની ફ્રી ડિલિવરી કરનારા જુમલેબાજ હવે ખૂબ જોવા મળશે." તસવીરમાં પીએમ મોદી અને નીતિશ કુમારને ડિલિવરી બૉય તરીકે દર્શાવવામાં આવ્યા છે.



"એકના બેગમાં `અચ્છે દિન` અને બીજાના બેગમાં `ખાસ રાજ્યનો દરજ્જો"
લાલુ દ્વારા શૅર કરાયેલી તસવીરમાં લખ્યું છે કે, "ખોટા વચનોની મફત ડિલિવરી. બિહારની શેરીઓમાં બે ડિલિવરી બૉય જોવા મળ્યા. એકના બેગમાં `અચ્છે દિન` છે અને બીજાના બેગમાં `ખાસ રાજ્યનો દરજ્જો` છે. ડિલિવરી 10 વર્ષથી પેન્ડિંગ છે, પરંતુ બંને કહી રહ્યા છે કે ઑર્ડર કન્ફર્મ થઈ ગયો છે."



તમને જણાવી દઈએ કે ચૂંટણી પહેલા, NDA અને મહાગઠબંધન બંને સતત એકબીજા વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. વિપક્ષી નેતા તેજસ્વી યાદવ દરરોજ પીએમ મોદી અને સીએમ નીતિશ કુમાર પર હુમલો કરતા રહે છે. તેઓ નીતિશ કુમારના 20 વર્ષના કાર્ય પર પણ પ્રશ્નો ઉઠાવતા રહે છે. હવે લાલુ પ્રસાદ યાદવે આકરા પ્રહારો કર્યા છે. હવે લાલુ પ્રસાદ યાદવે `અચ્છે દિન` અને `વિશેષ રાજ્ય` પર સીધા પ્રહાર કર્યા છે.

તાજેતરમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારની મુલાકાત દરમિયાન ૪૮,૫૨૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ‘ઑપરેશન સિંદૂર’ની પણ પ્રશંસા કરી હતી. વડા પ્રધાન મોદીએ ઉમેર્યું કે, પાકિસ્તાન અને દુનિયાએ ભારતની દીકરીઓની ‘સિંદૂર’ની શક્તિ જોઈ છે. બિહારના લોકોએ ભારે ઉત્સાહ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. રસ્તાઓ પર ઠેર-ઠેર ‘ઑપરેશન સિંદૂર’ના પોસ્ટરો જોવા મળ્યા હતા. રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પણ જોડાયા હતા. વડાપ્રધાન મોદીએ મોદીએ કરકટમાં ૪૮,૫૨૦ કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. જેમાં પટના-ગયા-ડોભી ચાર લેનનો રસ્તો, ગોપાલગંજમાં ચાર લેનનો રોડ એલિવેટેડ, સાસારામથી અનુગ્રહ નારાયણ રોડ સુધી ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ, સોન નગર-મુહમ્મદ ગંજ વચ્ચે ત્રીજી રેલ લાઇન, જહાનાબાદમાં હોસ્ટેલ અને સ્ટાફ ક્વાર્ટર્સનું બાંધકામ, કજરત નવાદિહ અને સોન નગર વચ્ચે ત્રીજી લાઇન આ યોજનાઓના ઉદ્ઘાટનનો સમાવેશ થાય છે. જ પીએમ મોદીએ નવીનગર ખાતે ફેઝ-II હેઠળ ત્રણ 800 મેગાવોટ પાવર યુનિટ; NH-922 પર બક્સર અને ભરૌલી વચ્ચે ગંગા પુલ, રામનગર-કચ્છી દરગાહ NH 119D; હાર્ડિંગ પાર્ક, પટણા ખાતે 5 ટર્મિનલનું રેલ્વે પ્લેટફોર્મ; NH-119A ના પટણા-આરા-સાસારામ સેક્શનનું ચાર લેનિંગ; NH-319B ના વારાણસી-રાંચી-કોલકાતાનું છ લેનિંગ આ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

03 July, 2025 06:55 PM IST | Patna | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK