Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ નવા આર્મી ચીફ, ૩૦ જૂનથી સંભાળશે પદભાર

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ નવા આર્મી ચીફ, ૩૦ જૂનથી સંભાળશે પદભાર

Published : 14 June, 2026 09:36 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠને ગઈ કાલે આગામી ચીફ ઑફ ધ આર્મી સ્ટાફ (COAS) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ


લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠને ગઈ કાલે આગામી ચીફ ઑફ ધ આર્મી સ્ટાફ (COAS) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ ૨૦૨૮ની ૩૧ ઑગસ્ટ સુધી રહેશે. સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ ૩૦ જૂને પદભાર સંભાળશે. હાલના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ૩૦ જૂને સેવામાંથી નિવૃત્ત થશે. તેમની નિયુક્તિ એવા સમયે થઈ છે જ્યારે સેના આધુનિકીકરણ અને ભવિષ્યના પડકારોની રણનીતિક તૈયારી પર તેજીથી કામ કરી રહી છે. 

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ હાલમાં ભારતના ૪૯મા વાઇસ ચીફ ઑફ ધ આર્મી સ્ટાફ (VCOAS) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ તેમણે આ વર્ષે એપ્રિલમાં સંભાળ્યું હતું. લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠને તેમની વિશિષ્ટ સેવા બદલ ૨૦૨૫માં પરમ વિશિષ્ટ સેવા મેડલ (PVSM), ૨૦૨૬માં ઉત્તમ યુદ્ધ સેવા મેડલ (UYSM) અને ૨૦૨૨માં અતિ વિશિષ્ટ સેવા મેડલ (AVSM) એનાયત કરવામાં આવ્યા છે.



તેમના પિતા લેફ્ટનન્ટ જનરલ (રિટાયર્ડ) કૃષ્ણ મોહન સેઠ ૧૯૯૭માં સેનામાં એડજુટેન્ટ પદ પરથી રિટાયર થયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2026 09:36 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK