Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Lok Sabha Elections 2024: ‘કોંગ્રેસે 5 વર્ષ સુધી અદાણી અને અંબાણીની...’ તેલંગાણામાં વરસી પડ્યા મોદી

Lok Sabha Elections 2024: ‘કોંગ્રેસે 5 વર્ષ સુધી અદાણી અને અંબાણીની...’ તેલંગાણામાં વરસી પડ્યા મોદી

08 May, 2024 01:55 PM IST | Telangana
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Lok Sabha Elections 2024: નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું કોંગ્રેસના રાજકુમારને પૂછવા માંગુ છું કે તેમને અદાણી અને અંબાણી પાસેથી કેટલું કાળું નાણું મળ્યું છે?

નરેન્દ્ર મોદીની ફાઈલ તસવીર

નરેન્દ્ર મોદીની ફાઈલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. તેલંગાણાને આ પક્ષોના ભ્રષ્ટ ચુંગાલમાંથી બચાવવાની જરૂર છે
  2. જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે, કોંગ્રેસે અંબાણી અને અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું છે
  3. મોદીએ કહ્યું તેલંગાણાના લોકોએ છેલ્લા 10 વર્ષમાં મારું કામ જોયું છે

Lok Sabha Elections 2024: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના કરીમનગરમાં જનસભાને સંબોધિત કરી હતી. પોતાના સંબોધનમાં તેઓએ કોંગ્રેસ અને BRS પર જોરદાર નિશાન સાધ્યું હતું. આજે તો તેઓ કોંગ્રેસ, બીઆરએસ તેમ જ ભ્રષ્ટાચારને લઈને જાણી વરસી જ પડ્યા હતા. 

નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ અને બીઆરએસને એક સાથે જોડનાર એકમાત્ર ગુંદર એ ભ્રષ્ટાચાર છે. તુષ્ટિકરણની રાજનીતિ તેમનો એજન્ડા છે. આ સાથે તેઓએ કહ્યું કે કોંગ્રેસ અને BRS ઝીરો ગવર્નન્સ મોડલને અનુસરે છે. તેથી આપણે તેલંગાણાને આ પક્ષોના ભ્રષ્ટ ચુંગાલમાંથી બચાવવાની જરૂર છે.



રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે... 


પીએમ નરેન્દ્ર મોદીએ ચૂંટણી (Lok Sabha Elections 2024) પ્રચાર વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર જોરદાર નિશાન તાકતા કહ્યું હતું કે વર્ષોથી કોંગ્રેસના રાજકુમારો રાત-દિવસ અંબાણી અને અદાણીની માળા જપતા હતા, પરંતુ જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે, તેમણે અંબાણી અને અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું છે. હું કોંગ્રેસના રાજકુમારને પૂછવા માંગુ છું કે તેમને અદાણી અને અંબાણી પાસેથી કેટલું કાળું નાણું મળ્યું છે? કોંગ્રેસ પાર્ટીને તે ઉદ્યોગપતિઓ પાસેથી ચૂંટણી માટે કેટલા પૈસા મળ્યા છે?

બીઆરએસ ઉપર પણ વરસી પડ્યા નરેન્દ્ર મોદી


કોંગ્રેસની સાથોસાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BRS પર પણ આકરા પ્રહારો કર્યા હતા. પોતાના સંબોધનમાં તેઓએ જણાવ્યું હતું કે "ભ્રષ્ટાચાર એ ફેવિકોલ છે જે કોંગ્રેસ અને BRSનું સામાન્ય કેરેક્ટર છે. બંને એકબીજા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવે છે, પરંતુ, પાછલા બારણેથી બંને એક જ ભ્રષ્ટાચાર સિન્ડિકેટનો ભાગ છે. BRS કોંગ્રેસ પર વોટ માટે રોકડનો આરોપ લગાવે છે. 

લોકો તરફથી મળી રહેલા પ્રેમ પર પણ ગદગદ થયા નરેન્દ્ર મોદી

Lok Sabha Elections 2024: તેઓએ કહ્યું હતું કે તેમણે ઘણાં વર્ષોથી ગુજરાતમાં કામ કર્યું છે. વળી તેઓ તો ત્યાંની તમામ ચૂંટણી જીતતા હતા, પરંતુ ગુજરાતમાં પણ જો મોદીને સવારે 10 વાગ્યે જો મોટી રેલી યોજવી હોય તોય તે ક્યારેય કરી શકતા નહોતા, કારણકે લોકોની મોટી સંખ્યામાં હાજરી એ જ તેમના પ્રત્યેના લોકોના પ્રેમનો પુરાવો આપે છે. વળી, વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેલંગાણાના લોકોએ છેલ્લા 10 વર્ષમાં મારું કામ જોયું છે. તમારા એક વોટથી ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે.

કોંગ્રેસે લોકોની ક્ષમતાને બરબાદ... આ શું બોલ્યા નરેન્દ્ર મોદી?

તેલંગાણામાં લોક સભા ચૂંટણી (Lok Sabha Elections 2024)ના માહોલ વચ્ચે જનમેદનીને સંબોધી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનવ્યું હતું કે, "તેલંગાણા અને આપણો આખો દેશ ક્ષમતાઓથી ભરેલો છે. પરંતુ કોંગ્રેસ પાર્ટીએ તેના સમગ્ર શાસન દરમિયાન આપણા લોકોની ક્ષમતાને બરબાદ કરવા સિવાય કંઈ કર્યું નથી. કોંગ્રેસ પાર્ટીએ આપણી અર્થવ્યવસ્થા, ખેતી અને દેશને નુકસાન પહોંચાડ્યું છે. ટેક્સટાઇલ સેક્ટર દેશની સૌથી મોટી સમસ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2024 01:55 PM IST | Telangana | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK