Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નવી લોકસભામાં ૫૪૩ નહીં પણ ૮૫૦ સંસદસભ્યો હશે, ૨૭૩ બેઠકો મહિલાઓ માટે અનામત

નવી લોકસભામાં ૫૪૩ નહીં પણ ૮૫૦ સંસદસભ્યો હશે, ૨૭૩ બેઠકો મહિલાઓ માટે અનામત

Published : 15 April, 2026 11:51 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેન્દ્ર સરકારે સંસદસભ્યોને ૩ મુખ્ય બિલોના ડ્રાફ્ટ આપ્યા છે જે દેશના લોકશાહી માળખામાં મોટા ફેરફારો લાવશે.

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


નવી લોકસભામાં હવે ૫૪૩ નહીં પણ ૮૫૦ સંસદસભ્યો હશે અને એમાં પણ ૨૭૩ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. સંસદસભ્યોને નવાં બિલોના ડ્રાફ્ટ મોકલવામાં આવ્યા છે એમાંથી કેન્દ્ર સરકારની સંપૂર્ણ યોજના જાણવા મળી છે.

કેન્દ્ર સરકારે સંસદસભ્યોને ૩ મુખ્ય બિલોના ડ્રાફ્ટ આપ્યા છે જે દેશના લોકશાહી માળખામાં મોટા ફેરફારો લાવશે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં બંધારણ (૧૩૧મો સુધારો) બિલ, સીમાંકન બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશો કાયદા (સુધારા) બિલ, ૨૦૨૬ પસાર કરવાની તૈયારી કરી રહી છે.



આ બિલો આગામી વસ્તીગણતરી, સીમાંકન મતવિસ્તારો અને મહિલા અનામતના અસરકારક અમલીકરણના આધારે ૨૦૨૯માં આવનારી લોકસભાની ચૂંટણીમાં બેઠકોની સંખ્યા મહત્તમ ૮૫૦ સુધી વધારવાનો માર્ગ મોકળો કરે છે. સરકારના આ પગલા સાથે દાયકાઓથી પડતર બેઠકોના પુનર્ગઠન અને ભાષાકીય અને પ્રાદેશિક પ્રતિનિધિત્વની નવી વ્યવસ્થાને ઔપચારિક બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.


કેન્દ્ર સરકારે લોકસભામાં બેઠકોની સંખ્યા વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આનાથી કુલ બેઠકોની સંખ્યા ૮૫૦ થશે, જેમાંથી ૮૧૫ બેઠકો રાજ્યોને ફાળવવામાં આવશે. ૩૫ બેઠકો કેન્દ્રશાસિત પ્રદેશો (યુનિયન ટેરિટરીઝ-UT) માટે અનામત રાખવામાં આવશે.

લોકસભાની વર્તમાન મહત્તમ સંખ્યા ૫૫૦ (અસરકારક રીતે ૫૪૩) છે. આમ ૩૦૦થી વધુ બેઠકોનો આ વધારો દાયકાઓમાં સૌથી મોટું લોકશાહી વિસ્તરણ છે.
અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ અનુસૂચિત જાતિની બેઠકો ૮૪થી વધીને ૧૩૬ અને અનુસૂચિત જનજાતિની બેઠકો ૪૭થી વધીને ૭૦ થઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2026 11:51 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK