પોલીસે વિરોધ-પ્રદર્શન માટે પરવાનગી આપી નથી છતાં વિરોધ લોકશાહી રીતે ચાલુ રહેશે
ગઈ કાલે ધરણાં પર બેઠેલાં મમતા બૅનરજી.
પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ અધિકારીની સરકાર સામે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ વિરોધ-પ્રદર્શન અને ધરણાં શરૂ કર્યાં છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ‘ભારતીય જનતા પાર્ટી (BJP)એ ૧૭૭ બેઠકો પર ગોટાળા કરીને જીત મેળવી છે અને લોકશાહીને નબળી પાડવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ તૃણમૂલ કૉન્ગ્રેસના કાર્યકરોને રોકી રહી છે.’ તૃણમૂલ કૉન્ગ્રેસના સંસદસભ્ય અભિષેક બૅનરજી અને કલ્યાણ બૅનરજી પર તાજેતરના હુમલાનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધમાં પાર્ટીના અન્ય સંસદસભ્ય અભિષેક બૅનરજી સાથે જોડાયા છે.
મમતા બૅનરજીએ શું કહ્યું?
• BJPએ ૨૯૪ વિધાનસભા બેઠકોમાંથી ૧૭૭ બેઠકો પર ગોટાળા કર્યા.
• પોલીસે વિરોધ-પ્રદર્શન માટે પરવાનગી આપી નથી છતાં વિરોધ લોકશાહી રીતે ચાલુ રહેશે.
• રોકવાના ગમે એટલા પ્રયાસો કરવામાં આવે તો પણ વિરોધ-પ્રદર્શન અને ધરણાં ચાલુ રહેશે.
• આ મુશ્કેલ સમયમાં હું તૃણમૂલ કૉન્ગ્રેસના કાર્યકરોને છોડીશ નહીં.
• ઘણી જગ્યાએ કામદારોને ધમકી આપવામાં આવી રહી છે અને અટકાયતમાં લેવામાં આવી રહ્યા છે.
• પોલીસ તૃણમૂલના કાર્યકરોને વિરોધ-પ્રદર્શનમાં ભાગ લેતાં અટકાવી રહી છે.
• મારી સરકારે હંમેશાં માનવતાવાદી અભિગમ સાથે કામ કર્યું છે.
