મમતા બૅનરજી અન્ય અધિકારીઓ સાથે બકિંગહેમ પૅલેસથી હાઇડ પાર્ક સુધી જૉગિંગ કરી રહ્યાં છે.
મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી લંડનના હાઇડ પાર્કમાં સફેદ સાડી અને સ્લિપર પહેરીને જૉગિંગ કરતાં જોવા મળ્યાં હતાં. તૃણમૂલ કૉન્ગ્રેસના સત્તાવાર સોશ્યલ મીડિયા હૅન્ડલ પર શૅર કરવામાં આવેલા વિડિયોમાં જોઈ શકાય છે કે મમતા બૅનરજી અન્ય અધિકારીઓ સાથે બકિંગહેમ પૅલેસથી હાઇડ પાર્ક સુધી જૉગિંગ કરી રહ્યાં છે.
આ મુદ્દે મમતા બૅનરજીએ સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ‘ગઈ કાલે લંડનમાં ઊતર્યા બાદ અમે એવા શહેરમાં પગ મૂક્યો હતો જે કલકત્તાની જેમ વર્તમાનની ગતિશીલતાને સ્વીકારવાની સાથે એના ભવ્ય ભૂતકાળની યાદો તાજી રાખે છે. બંગાળ અને બ્રિટન સદીઓથી ચાલતા સંબંધો ધરાવે છે જેના મૂળમાં ઇતિહાસ, સંસ્કૃતિ અને વેપાર છે. દિવસના વ્યસ્ત કાર્યક્રમો શરૂ થાય એ પહેલાં મેં લંડનના કાલાતીત ભવ્ય વારસાને જોવા માટે એક ક્ષણ કાઢી હતી.’

