ક્રિકેટર અને કોચમાંથી હવે કૉમેન્ટેટર બનેલો અનિલ કુંબલે ગઈ કાલે સપરિવાર ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરને દિલ્હીમાં મળ્યો હતો.
અનિલ કુંબલે ગઈ કાલે સપરિવાર ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરને દિલ્હીમાં મળ્યો હતો.
આગામી પાંચ વર્ષ સુધી અફઘાનીઓ માટે હોમ ગ્રાઉન્ડ રહેશે અબુ ધાબી
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB)એ જાહેરાત કરી છે કે તેમણે અબુ ધાબી ક્રિકેટ ઍન્ડ સ્પોર્ટ્સ હબ (ADCSH) સાથે પાંચ વર્ષના ડેસ્ટિનેશન સપોર્ટ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે જેનાથી UAEનું અબુ ધાબી સ્ટેડિયમ આગામી પાંચ વર્ષ માટે તેમનું હોમ વેન્યુ બનશે. અફઘાનિસ્તાનની રાજકીય પરિસ્થિતિને કારણે ACB પોતાના દેશમાં ઇન્ટરનૅશનલ મૅચનું આયોજન કરી શકતું નથી અને પરિણામે એણે પોતાની હરીફ ટીમોને દ્વિપક્ષીય સિરીઝ રમવા માટે વૈકલ્પિક સ્થળો ઑફર કરવા પડ્યાં છે. અફઘાનિસ્તાને અગાઉ ભારતમાં દેહરાદૂન, લખનઉ અને ગ્રેટર નોએડા તેમ જ UAEમાં મૅચોનું આયોજન કર્યું હતું.

