ભારત તેલપુરવઠાના આંચકાઓ માટે સંવેદનશીલ છે. ક્રૂડ ઑઇલનો સ્ટૉક ફક્ત પચીસ દિવસની ડિમાન્ડને આવરી લે છે
પ્રતીકાત્મક તસવીર
મિડલ ઈસ્ટમાં યુદ્ધના વાતાવરણના પગલે ભારતમાં તેલના પુરવઠામાં અવરોધોને દૂર કરવા માટે રશિયામાંથી પુરવઠા માટે બહાર નીકળેલું અને હાલમાં ભારતીય દરિયાની સીમામાં રહેલું આશરે ૯.૫ મિલ્યન તેલ રશિયા ભારત તરફ વાળવા તૈયાર છે. ભારતીય પાણીની નજીક રશિયન જહાજોમાં લગભગ ૯.૫ મિલ્યન બૅરલ રશિયન ક્રૂડ તેલ છે અને એ અઠવાડિયામાં ભારત આવી શકે છે એમ આ સંદર્ભમાં જાણકારી ધરાવતા એક સૂત્રએ જણાવ્યું હતું. બિનરશિયન કાફલાના કાર્ગોને મૂળ રીતે ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો એ જણાવવાનો આ સૂત્રએ ઇનકાર કર્યો હતો, પરંતુ કહ્યું હતું કે તેઓ અઠવાડિયામાં આ તેલપુરવઠો ભારત પહોંચાડી શકે છે જેનાથી રિફાઇનર્સને ઝડપી રાહત મળશે.
ભારત તેલપુરવઠાના આંચકાઓ માટે સંવેદનશીલ છે. ક્રૂડ ઑઇલનો સ્ટૉક ફક્ત પચીસ દિવસની ડિમાન્ડને આવરી લે છે, જ્યારે રિફાઇનર્સ પાસે ગૅસોઇલ, ગૅસોલિન અને લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસનો મર્યાદિત સ્ટૉક છે.
