Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વિશ્વનાં સૌથી પ્રદૂષિત શહેરોમાં NCRનું લોની દુનિયામાં પહેલા નંબરે

વિશ્વનાં સૌથી પ્રદૂષિત શહેરોમાં NCRનું લોની દુનિયામાં પહેલા નંબરે

Published : 26 March, 2026 11:20 AM | Modified : 26 March, 2026 11:26 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વાયુપ્રદૂષણના મુખ્ય પરિબળ ફાઇન પાર્ટિક્યુલેટ મૅટર (PM)ના સ્તરની દૃષ્ટિએ ભારત વિશ્વનો છઠ્ઠો સૌથી પ્રદૂષિત દેશ છે

વિશ્વનાં પચીસ સૌથી પ્રદૂષિત શહેરો ભારત, પાકિસ્તાન અને ચીનમાં આવેલાં છે. એમાં ૪ સૌથી પ્રદૂષિત શહેરોમાંથી ૩ ભારતનાં છે. પાકિસ્તાન વિશ્વનો સૌથી પ્રદૂષિત દેશ છે. ત્યાર બાદ બંગલાદેશ, તાજિકિસ્તાન, ચાડ અને કૉન્ગો આવે છે. ભારત છઠ્ઠા સ્થાને છે.

વિશ્વનાં પચીસ સૌથી પ્રદૂષિત શહેરો ભારત, પાકિસ્તાન અને ચીનમાં આવેલાં છે. એમાં ૪ સૌથી પ્રદૂષિત શહેરોમાંથી ૩ ભારતનાં છે. પાકિસ્તાન વિશ્વનો સૌથી પ્રદૂષિત દેશ છે. ત્યાર બાદ બંગલાદેશ, તાજિકિસ્તાન, ચાડ અને કૉન્ગો આવે છે. ભારત છઠ્ઠા સ્થાને છે.


વાયુપ્રદૂષણના મુખ્ય પરિબળ ફાઇન પાર્ટિક્યુલેટ મૅટર (PM)ના સ્તરની દૃષ્ટિએ ભારત વિશ્વનો છઠ્ઠો સૌથી પ્રદૂષિત દેશ છે, જ્યારે રાજધાની દિલ્હીની પાસે નૅશનલ કૅપિટલ રીજન (NCR)માં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાનું લોની વૈશ્વિક સ્તરે સૌથી પ્રદૂષિત શહેર છે. લોનીમાં વાર્ષિક સરેરાશ PM 2.5નું સ્તર ૧૧૨.૫ માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર છે, જે ૨૦૨૪ના સ્તર કરતાં લગભગ ૨૩ ટકા વધારે છે અને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની ગાઇડલાઇન્સ કરતાં બાવીસ ગણું વધારે છે. લોની અને આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણનાં અનેક કારણો ટાંકવામાં આવ્યાં છે. એમાં ઔદ્યોગિક એકમો, ઈંટના ભઠ્ઠા અને ભારે વાહનોની અવરજવર, ઠંડી અને સ્થિર શિયાળાની હવા ઉપરાંત પંજાબ અને હરિયાણામાં પરાળી બાળવાની અસરનો સમાવેશ થાય છે. બીજા નંબરે ૧૦૯.૬ માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર સાથે ચીનના હોતન અને ૧૦૧.૬ માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર સાથે મેઘાલયના બિર્નીહાટનો નંબર આવે છે.

ટૉપ ટેનમાં ભારતનાં પાંચ શહેર



સ્વિસ ઍર ક્વૉલિટી ટેક્નૉલૉજી કંપની દ્વારા પ્રકાશિત રિપોર્ટની આઠમી આવૃત્તિમાં ૧૪૩ દેશો અને પ્રદેશોનાં ૯૪૪૬ શહેરોમાં આવેલાં મૉનિટરિંગ સ્ટેશનોના ડેટાનું વિશ્ળેષણ કરવામાં આવ્યું છે. વિશ્વનાં ૧૦ સૌથી પ્રદૂષિત શહેરોમાંથી પાંચ ભારતમાં છે જેમાં લોની, બિર્નીહાટ, દિલ્હી, ગાઝિયાબાદ અને ઉલાનો સમાવેશ છે.


Whatsapp-channel Whatsapp-channel

26 March, 2026 11:26 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK